GT Vs DC: વિજેતા કેપ્ટન ગીલ પર BCCI ની કાર્યવાહી, 12 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું કરી હતી ભૂલ
IPL 2025: આ સિઝનમાં આ નિયમ હેઠળ આ તેનો પહેલો ગુનો હતો, તેથી તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

IPL 2025: શુભમન ગીલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો. આ જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આ જીત બાદ BCCIએ શુભમન ગીલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટ બોલિંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિઝનમાં આ નિયમ હેઠળ આ તેનો પહેલો ગુનો હતો, તેથી તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે IPL 2025 ના મેચ નંબર 35 દરમિયાન ધીમો ઓવર રેટ જાળવી રાખવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટ ગુનાઓ સાથે વ્યવહાર કરે છે, તે સિઝનમાં તેમની ટીમનો આ પહેલો ગુનો હતો, ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો."
Jos showed why he's the BOSS! 🫡
— IndianPremierLeague (@IPL) April 19, 2025
A cool-headed 97* (54) from Jos Buttler wins him the Player of the Match as he guided #GT to the No.1 spot 💪
Scorecard ▶️ https://t.co/skzhhRWvEt#TATAIPL | #GTvDC | @gujarat_titans | @josbuttler pic.twitter.com/A8yJKA4W7L
જૉસ બટલર મેચનો બન્યો હીરો
204 રનના લક્ષ્યનો પીછો કરતા, ગુજરાત ટાઇટન્સ તરફથી જોસ બટલર સૌથી વધુ સ્કોરર રહ્યા કારણ કે તેમણે ૫૪ બોલમાં ૪ છગ્ગા અને ૧૧ ચોગ્ગાની મદદથી અણનમ ૯૭ રન બનાવ્યા હતા. બટલર તેની સદીથી 3 રન દૂર રહ્યો અને તેની ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.