IPL Auction 2023: બેન સ્ટોક્સ પર થયો પૈસાનો વરસાદ, ચેન્નઈ સુપર કિંગ્સે જાણો કેટલા કરોડમાં ખરીદ્યો ?
ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. IPLના ઈતિહાસમાં સ્ટોક્સ માટે આ અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે.
IPL Mini Auction 2023: ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. IPLના ઈતિહાસમાં સ્ટોક્સ માટે આ અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે. સ્ટોક્સને આઈપીએલમાં રમવાનો ઘણો અનુભવ છે. તે વર્ષ 2017 થી આઈપીએલમાં સક્રિય છે પરંતુ ઈજાના કારણે તે છેલ્લી સિઝનમાં રમી શક્યો ન હતો. સ્ટોક્સ પાછલી કેટલીક સીઝનથી IPL ટીમ રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. પરંતુ આ વખતે મીની હરાજી પહેલા, રોયલ્સે તેને છોડી દીધો. IPL 2023માં બેન સ્ટોક્સ હવે એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે.
સ્ટોક્સ માટે સૌથી મોટી રકમ
બેન સ્ટોક્સ માટે આઈપીએલમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. અગાઉ વર્ષ 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે તેને 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક સમયે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો. જોકે, 2018ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે વર્ષ 2018 થી રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. માનસિક સ્વાસ્થ્ય અને ઈજાના કારણે તે ગત સિઝનમાં રમી શક્યો ન હતો. આ પછી, રોયલ્સે તેને 2023 મીની હરાજી પહેલા મુક્ત કર્યો. હવે ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો છે.
સ્ટોક્સની આઈપીએલ કારકિર્દી
બેન સ્ટોક્સ 2017થી IPLમાં સક્રિય છે. આ દરમિયાન તેણે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે IPLમાં 43 મેચ રમી છે જેમાં તેણે 920 રન બનાવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના નામે 2 સદી અને એક અડધી સદી છે. હવે IPL 2023માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે.
IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સૈમ કરન
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન આઇપીએલ ઓક્શનમાં વેચનારો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેને યુવરાજ સિંહ અને ક્રિસ મૉરિસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે
તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે.
સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે
10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે.
શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ
શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.
સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે
તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે.