શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડકપ જીતીને પણ ખુશ નથી ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગન, જાણો કેમ
ફાઈનલમાં નક્કી 50 ઓવર અને સુપર ઓવર બાદ પણ ટાઈમ થતાં બાઉન્ડ્રીને આધારે નિર્ણય કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ કેપ્ટન ઈયોન મોર્ગને સ્વીકાર્યું કે જે રીતે વર્લ્ડકપ 2019 પૂરો થયો તે યોગ્ય ન હતું. મેજબાન ટીમને બાઉન્ડ્રીને આધારે ન્યૂઝીલેન્ડ સામે જીતીને વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં નક્કી 50 ઓવર અને સુપર ઓવર બાદ પણ ટાઈમ થતાં બાઉન્ડ્રીને આધારે નિર્ણય કરવામાં આવ્યો હતો.
‘ધ ટાઈમ્સ’એ મોર્ગનને ટાંકીને લખ્યું છે કે, ‘હું નથી સમજતો કે બન્ને ટીમોની વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોવા છતાં આ રીતે ખિતાબનો નિર્ણય કરવો યોગ્ય હતો. હું નથી સમજતો કે એવી એક પળ હતી કે તમે કહી શકો કો તેના કારણે મેચમાં હારનો સામનો કરવો પડ્યો. મેચ બરાબરનો હતો.’
મોર્ગને કહ્યું કે, ‘હું ત્યાં હતો અને જાણતો હતો કે શું થયું. પરંતુ હું આંગળી ઉઠાવીને એ ન કહી શક્યો કે ક્યાં મેચ જીતવામાં આવી કે હારવામાં આવી. હું નથી સમજતો કે વિજેતા બનવાથી એ સરળ થઈ જશે. સ્પષ્ટ છે કે, હામનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હોત.’
તેમણે કહ્યું કે, ‘મેચમાં કોઈ એક પળ એવી ન હતી કે અમે કહી શકીએ કે, હાં અમે જીતના હકદાર છીએ. મેચ ખૂબ જ રોમાંચક હતી. ઇંગ્લેન્ડની ટીમ ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રતિષ્ઠિત એશેજ સીરીઝ રમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion