જણાવી દઈએ કે, ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ICCના ત્રણેય મોટા ટાઈટલ્સ જીત્યા છે. 2007માં ભારતે પ્રથમ વર્લ્ડ ટી20માં ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો. બાદમાં 2011માં ભારતે વન-ડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબ જીત્યા હતા. આ ઉપરાંત ધોનીની કેપ્ટનશિપમાં ભારત ટેસ્ટ રેંકિન્કમાં પણ નંબર 1 ટીમ બની હતી.
2/5
આ પહેલા પ્રથમ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ, દિશા પટની, કિયારા અડવાણી અને અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી.
3/5
આ સીક્વલમાં ધોનીના ક્રિકેટ કરિયર ઉપરાંત તેની પર્સનલ લાઈફ વિશે પણ જણાવવામાં આવશે. ફિલ્મમાં ધોનીની કેપ્ટનશિપમાં IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સની ચેમ્પિયન બનવા સુધીની સફર બતાવવામાં આવશે. આ ઉપરાંત 2015માં ભારતીય ટીમની સેમીફાઈનલ સુધીની સફર પણ દેખાડવામાં આવશે.
4/5
ખાસ વાત એ છે કે મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત આ ફિલ્મના બીજા ભાગમાં પણ માહીની ભૂમિકા સુશાંત સિંહ રાજપૂત જ નિભાવશે. પ્રથમ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી અને આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું હતું.
5/5
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની અને અભિનેતા સુશાંત સિંહ રાજપુતના ફેન્સ માટે ખુશખબર છે. બે વર્ષ પહેલા આવેલ સુપરહિટ ફિલ્મ ‘એમએસ ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી’નો બીજો પાર્ટ એટલે કે સીક્વલ બનવા જઈ રહી છે.