Tokyo Paralympics Update: મંત્રી અનુરાગ ઠાકુરે ટોક્યો પેરાલિમ્પિક્સ માટે ટીમ ઇન્ડિયાના સમર્થનમાં થીમ સોંગ લોન્ચ કર્યું
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે દેશના પેરાલમ્પિક દળનું થીમ સોંગ કર દે કમાલ તૂ ઓનલાઈન લોન્ચ કર્યું છે.
ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતી ઈતિહાસ રચનારી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ભારત પરત ફરી છે. તેમનું દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત પરત ફરતા કેંદ્ર સરકાર તરફથી પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સિંધુ અને વિદેશી કોચ પાર્ક તાઈ સાંગને નાણા મંત્રી નિર્મલા સીતારમણ, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડીએ સન્માનિત કર્યા હતા.
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે દેશના પેરાલમ્પિક દળનું થીમ સોંગ કર દે કમાલ તૂ ઓનલાઈન લોન્ચ કર્યું છે. લોકોને ટોક્યો ઓલિમ્પિક દરમિયાન પેરા એથલિટનો જુસ્સો વધારવાનો અનુરોધ કર્યો છે. આ ગીત દિવ્યાંગ ક્રિકેટ ખેલાડી સંજીવ સિંહે ગાયુ છે અને તેમાં સંગીત પણ આપ્યું છે.
ટોક્યો ઓલિમ્પિકનો આજે 12મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ સારો નથી રહ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે મેડલ આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસે કુસ્તીબાજ સોનમ મલિક ફ્રી સ્ટાઇલ 62 કિલો વજન વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તેને મંગોલિયન કુસ્તીબાજ બોલોરતુયા ખુરેલખુએ હરાવી.
ટોક્યો ઓલિમ્પિક્સના 12મા દિવસે બેલ્જિયમે પુરુષોની હોકી સેમી-ફાઇનલમાં ભારતને 5-2થી હરાવ્યું છે. બેલ્જિયમે છેલ્લા ક્વાર્ટરમાં 3 ગોલ કર્યા અને ભારતનો સફાયો કરીને લીડ મેળવી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. ભારતે પહેલા ક્વાર્ટરમાં 2-1ની લીડ મેળવી હતી, જે બીજા ક્વાર્ટરમાં ગુમાવી હતી.
એથલેટિક: પુરુષોની ભાલા ફેંક યોગ્યતામાં નીરજ ચોપડા: ગ્રુપ એ સવારે 5.35 વાગ્યે
ભારત મેડલ ટેલીમાં 63માં ક્રમે છે. અમેરિકા 24 ગોલ્ડ, 27 સિલ્વર અને 20 બ્રોન્ઝ એમ 71 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 32 ગોલ્ડ, 21 સિલ્વર અને 16 બ્રોન્ઝ મળી કુલ 69 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 19 ગોલ્ડ, 6 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ મળી કુલ 36 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.