Paris Olympics: આજે ગૉલ્ડનબૉય નીરજ ચોપડા દેખાશે એક્શનમાં, ક્વૉલિફિકેશન મેચ રમવા મેદાનમાં ઉતરશે, જાણો ડિટેલ્સ
Paris Olympics: પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થયાને લગભગ 10 દિવસ થઈ ગયા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 મેડલ જીત્યા છે. ઘણીબધી ઇવેન્ટો પુરી થઇ ચૂકી છે

Paris Olympics: પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થયાને લગભગ 10 દિવસ થઈ ગયા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 3 મેડલ જીત્યા છે. ઘણીબધી ઇવેન્ટો પુરી થઇ ચૂકી છે. ફેન્સના મનમાં હવે એક જ સવાલ છે કે કયા દિવસે અને કયા સમયે ભારતીય દિગ્ગજ નીરજ ચોપડા મેદાન પર દેખાશે. આજે ગૉલ્ડનબૉય નીરજ ચોપરા ભાલા ફેંકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફેન્સ નીરજ ચોપરાને આજે એટલે કે 6 ઓગસ્ટે મેદાનમાં પરફોર્મ કરતો જોઇ શકશે, આજે નીરજ ચોપડાની મેગા મેચ રમાશે.
નીરજ ચોપડાને જોવા માટે તમારે આજે, 6 ઓગસ્ટે ટીવી ચાલુ કરવું પડશે. નીરજ ચોપડા 6 ઓગસ્ટના રોજ પરફોર્મ કરતો જોવા મળશે. ગ્રુપ Aની ક્વૉલિફિકેશન ઇવેન્ટ બપોરે 1:50 વાગ્યે શરૂ થશે. જ્યારે, ગ્રુપ B ઇવેન્ટ આજે જ બપોરે 3.20 વાગ્યે શરૂ થશે. જો નીરજ ચોપડા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ક્વૉલિફાય થશે તો તે 8 ઓગસ્ટે ફાઇનલમાં દમ બતાવશે, જે મેચ 11:55 કલાકે શરૂ થશે.
નીરજ ચોપડા સિવાય ભારતીય કિશોરી જેના પણ ભાલા ફેંકમાં પરફોર્મ કરશે. પેરિસ ઓલિમ્પિક્સ 2024નું સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ ભાગીદાર વાયાકૉમ 18 છે. Sports18 ચેનલ (SD અને HD) પેરિસ ઓલિમ્પિકની 2024 સિઝનનું પ્રસારણ કરશે. તમે મોબાઈલ દ્વારા Jio સિનેમા પર તેનો આનંદ માણી શકશો. તમે આ ચેનલ પર નીરજ ચોપડાને પરફોર્મ કરતા જોઈ શકશો.
નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં 87.58 મીટર ભાલા ફેંકીને ગૉલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વિશ્વ ચેમ્પિયનશિપ સ્તરે એથ્લેટિક્સમાં ગૉલ્ડ મેડલ જીતનારા અભિનવ બિન્દ્રા પછી તે બીજો ભારતીય છે. આ વખતે પણ તે ગૉલ્ડ જીતવા માટે ફેવરિટ છે. કરોડો ભારતીયોને આશા છે કે તે ચોક્કસપણે કમાલ કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
