Paris Olympics 2024 Day 3 Live Update: બેડમિન્ટનમાં ભારત માટે સારા સમાચાર, લક્ષ્ય સેનની શાનદાર જીત
Paris Olympic Day 3, 29 July 2024 Updates: ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં ત્રીજા દિવસે ધૂમ મચાવશે
LIVE
Background
Paris Olympic Day 3, 29 July 2024 Updates: ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં ત્રીજા દિવસે ધૂમ મચાવશે. શૂટિંગમાં રમિતા જિંદાલ અને અર્જુન બાબુતા પાસેથી મેડલની અપેક્ષા છે. તીરંદાજીમાં મેન્સ ટીમ મેડલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. ભારતીય ખેલાડીઓ હૉકી, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતોમાં પણ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. પેરિસ ઓલિમ્પિકનો બીજો દિવસ (28મી જુલાઈ) ભારત માટે શાનદાર રહ્યો હતો.
મનુ ભાકરે શૂટિંગની મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. ભારતીય ખેલાડીઓએ બોક્સિંગ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતોમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. હવે ત્રીજા દિવસે પણ મેડલ મળવાની આશા છે
Paris Olympics 2024 Live Update: ચિરાગ-સાત્વિકે બેડમિન્ટનમાં ઈતિહાસ રચ્યો
બેડમિન્ટનમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેડ્ડીની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જર્મન ખેલાડી માર્ક લેમ્ફસની ઈજાને કારણે તેનો સાથી ખેલાડી માર્વિન સીડેલ પણ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને હવે કહ્યું છે કે આ જર્મન ખેલાડીઓ જે મેચોમાં ભાગ લેવાના હતા અથવા રમવાના હતા તે તમામ મેચો રદ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને ગ્રુપ સીની ટોપ-2માંથી બહાર કરવી અશક્ય છે.
Paris Olympics 2024 Live Updates: રોહન બોપન્નાએ નિવૃત્તિ લીધી
રોહન બોપન્નાએ પેરિસ ઓલિમ્પિક 2024ની મેન્સ ડબલ્સની સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં બહાર થયા બાદ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
Paris Olympics 2024 Live Updates: તીરંદાજીમાં ભારતને નિરાશા
તીરંદાજીની મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ભારતની મેડલની આશા ખત્મ થઈ ગઈ છે. તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવીણ જાધવની ટીમ તુર્કી સામે 6-2ના સ્કોરથી હારીને બહાર થઈ ગઈ છે. તુર્કીએ 3 સેટ જીત્યા, જ્યારે ભારત તેની સામે માત્ર એક સેટ જીતી શક્યું.
Paris Olympics 2024 Live Updates: તીરંદાજીમાં ભારત પાછળ
ભારતની પુરૂષ ટીમ તીરંદાજીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં તુર્કીથી પાછળ છે. ભારતના તરુણદીપ રાય, પ્રવીણ જાધવ અને ધીરજ બોમ્માદેવરાની ટીમ સતત 2 સેટ ગુમાવ્યા બાદ 4-0થી પાછળ છે.
Paris Olympics 2024 Live Updates:બેડમિન્ટનમાં લક્ષ્ય સેનની શાનદાર જીત
બેડમિન્ટનમાં લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની સ્પર્ધામાં બેલ્જિયમના જુલિયન કૈરાગીને 21-19, 21-14થી હરાવ્યો છે. અગાઉ, લક્ષ્યની પ્રથમ મેચ રદ જાહેર કરવામાં આવી હતી કારણ કે તેના પ્રતિદ્વંદીએ કોણીની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી તેનું નામ પાછું ખેંચી લીધું હતું. આ જીત છતાં લક્ષ્યના રાઉન્ડ ઓફ 16માં જવા અંગે શંકા છે.