Mirabai Chanu Medal: મીરાબાઈ ચાનૂનો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં બદલાઈ શકે છે ? જાણો કેવી રીતે
ચીનની મહિલા વેઇટ લિફ્ટર જજિહૂએ શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો હતો. ચીનની મહિલા વેઇટલિફ્ટરનો ફરીથી ડોપ ટેસ્ટ થશે.
Tokyo Olympic 2020: કોરોનાના કહેર વચ્ચે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. ચીનની મહિલા વેઇટ લિફ્ટર જજિહૂએ શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો હતો. અહેવાલ મુજબ 49 કિલોગ્રામમાં ચેમ્પિયન બનેલી ચીનની મહિલા વેઇટલિફ્ટરનો ફરીથી ડોપ ટેસ્ટ થશે. જો ચીની વેઇટલિફ્ટર ડોપ ટેસ્ટમાં પેલ થશે તો ચાનુને ગોલ્ડ મેડલ મળી શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ એન્ટી ડોપિંગ અધિકારીઓએ જજિહૂનો ફરીથી ડોપ ટેસ્ટ માટે ટોક્યોમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.
મીરાબાઈ ચાનૂ સાંજે સ્વદેશ પરત ફરશે
જજિહૂએ કુલ 220 કિલો વજન ઉઠાવીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો,. પરંતુ તેનો ફરીથી ડોપ ટેસ્ટ ક્ર્યારે થશે તેની કોઈ જાણકારી નથી. મીરાબાઈ ચાનૂ આજે સાંજે ટોક્યોથી સ્વદેશ પરત ફરી રહી છે.
Tokyo Olympics: Weightlifter Hou to be tested by anti-doping authorities, silver medallist Chanu stands chance to get medal upgrade
— ANI Digital (@ani_digital) July 26, 2021
Read @ANI Story | https://t.co/6dn9GPlA2e#OlympicGames #TokyoOlympics pic.twitter.com/dxJqZpxlux
ટોક્યો ઓલમ્પિક 2020માં ભારતની મીરાબાઇ ચાનૂએ પહેલા દિવસે જ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો.તો મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ચાનૂને નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. મીરાચાનૂએ વેટલિફ્ટિંગમાં મહિલામાં 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો.
મારીબાઇ ચાનૂ રેલવેમાં ટિકિટ ચેકિંગ ઇન્સ્પેક્ટરનું કામ કરે છે. થોડા દિવસ પહેલા એક વીડિયો કોન્ફરન્સ દ્રારા મારીબાઇ ચાનૂ સાથે વાત કરતા મુખ્યમંત્રી બીરેને કહ્યું હતું કે, “હવે આપને ટિકિટ તપાસ નિરિક્ષકનું કામ કરવાની જરૂર નથી. આપને ઉપયુક્ત નોકરી આપવામાં આવશે, તો મીરા ચાનૂએ આ વાત બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
ચાનૂ માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત
મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું છે કે.”આપના માટે એક કરોડ અલગ રાખવામાં આવ્યાં છે. ઇમ્ફાલ પહોંચ્યા બાદ આપને આ પુરસ્કાર રાશિ તરીકે મળશે, ઉપરાંત અધિકારી પદની નોકરી પણ આપની રાહ જોઇ રહી છે. ઉપરાંત શિક્ષણ મંત્રી એસ. રાજેને ચાનૂને ત્રણ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.