આ અફવાહથી પરેશાન ક્રિકેટર સુરેશ રૈનાએ સોમવારે ટ્વીટર પર પોતાના પ્રશંસકોને આ અફવાહ પર ધ્યાન ન આપવા અપિલ કરી છે.
2/3
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી હાલમાં બહાલ ચાલી રહેલ અને આઈપીએલની 12મી સીઝનની તૈયારીમાં લાગેલ સુરેશ રૈનાએ પોતાના અકસ્માતના અહેવાલને ફગાવી દીધા છે. થોડા દિવસથી સુરેશ રૈના કાર દુર્ઘટનામાં ઘાયલ થયાના અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવામાં જ્યારે આ અફવા વધારે ફેલાવા લાગી ત્યારે રૈનાએ ટ્વિટ કરીને આ અફવાને ફગાવી દીધી છે.
3/3
તેમણે પોતાના ટ્વીટર પર કહ્યું, ગત કેટલાક દિવસોથી યૂટ્યૂબ પર મારા કાર એક્સિડન્ટની ખબર ફેલાવવામાં આવી રહી છે. આ ફેક ખબરથી મારો પરિવાર અને મારા મિત્રો ખુબ જ પરેશાન છે. મારૂ આપ તમામ લોકોથી નિવેદન છે કે, આ ખબરને નજરઅંદાજ કરો. ભગવાનની કૃપાથી હું સ્વસ્થ્ય છું. જે ચેનલોએ આ પ્રકારની અફવાહો ફેલાવી છે. તે રિપોર્ટ કરવામાં આવ્યા છે અને આશા છે કે, તેમના વિરૂદ્ધ ખુબ જ જલ્દી સખત પગલા ભરવામાં આવશે.