Ahmedabad News: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર કર્યો હુમલો
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળી રહ્યા છે. સરદારનગર વિસ્તારમાં નીલકંઠ સોસાયટીમાં સ્થાનિકો પર હુમલાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ મહિલાઓ અને પુરુષો પર લાકડી વડે હુમલો કર્યો છે. જો કે, પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. સ્થાનિકોએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલા અને પુરુષો પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. એક મહિલાના વાળ ખેંચીને તેને ઢીંચળવામાં આવી રહી છે. આ પ્રકારનો તમાશો થતો જોવા મળી રહ્યો છે.
સરદારનગર વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો છે. મહિલા અને પુરુષો પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ હોવાનો આરોપ લાગી રહ્યો છે. સ્થાનિકોએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શું આ વિસ્તારમાં પોલીસની કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે? શું પોલીસનો અસામાજિક તત્વોને એકોઈપણ જાતનો ડર નથી? તેના કારણે અસામાજિક તત્વો આ પ્રકારે બેફામ બની રહ્યા છે? અમદાવાદ પોલીસ શું કરી રહી છે?
અમદાવાદમાં બુટલેગરો અને ગુંડાઓ બેફામ બન્યા છે. સરદાર નગરમાં બુટલેગરોનો જબરદસ્ત આતંક જોવા મળ્યો છે. બુટલેગરોના આતંક વચ્ચે પોલીસ સંપૂર્ણ નિષ્ક્રિય છે. મારપીટના વીડિયો સામે આવ્યા બાદ પણ પોલીસ કાર્યવાહી શૂન્ય છે. નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે અને બુટલેગરોનો છૂટો દોર જોવા મળી રહ્યો છે.
આ કોઈ પહેલી વાર નથી. અગાઉ પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણેની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ફરી એકવાર મારપીટના વીડિયો સામે આવ્યા છે, જેમાં મહિલાઓને પણ માર મારવામાં આવ્યો છે.