Rajkot Fire Tragedy: અગ્નિકાંડમાં 24 મૃતકના પરિવારોને 93 લાખની સહાય રકમ ચૂકવાઈ: રાઘવજી પટેલ
રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલે રાજકોટ ક્લેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક કરી. કલેકટર, પોલીસ કમિશનર, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. ગેમઝોન અગ્નિકાંડમાં જે જે કામગીરી કરવામાં આવી છે..તેમની માહિતી મેળવી. મૃતકોના સ્વજનોને 93 લાખ રૂપિયાની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે.
રાજકોટના TRP અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનામાં 27 લોકોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે.આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પોલીસ ભવન પહોંચ્યા છે. આઈએએસ, 3 આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ કરશે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોષી, રાજ્યનાં કૃષિમંત્રી અને રાજકોટનાં પ્રભારી રાઘવજી પટેલ, મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, સિવિલ સર્જન આર.એસ. ત્રિવેદીની બેઠક શરૂ થઈ છે. ત્યારે રાઘવજી પટેલે રાજકોટમાં કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કલેક્ટર, પોલીસ કમિશનર, સિવિલ સુપરિટેન્ડેન્ટ, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે જે કામગીરી કરવામાં આવી છે તેમની માહિતી મેળવી હતી. ઘટના બાદ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. 24 મૃતકોના પરિવાજનોને 93 લાખ રૂપિયાની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. 3 લોકોના પરિવારને ટેકનિકલ કારણોસર સહાય ચૂકવવાની બાકી છે.