શોધખોળ કરો

Gujarat Budge 2022: ગુજરાત બજેટમાં ખેડૂતો માટે શું થઈ જાહેરાત ? પ્રાકૃતિક ખેતીને વેગ આપવા શું લેવામાં આવ્યું પગલું

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે 100 કરોડની ફાળવણી કરાઈ છે.

Gujarat Budget: ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ 3 માર્ચે કુલ રૂા. 2,43,965 કરોડનું રૂા. 560.09 કરોડની ચોખ્ખી પુરાંત સાથેનું બજેટ રજૂ કર્યું. કુલ પુરાંત 668.09 કરોડની છે. ગયા વર્ષના રૂા. 2,27,019 કરોડના બજેટની તુલનાએ આ વરસનું બજેટ 17000 કરોડ છે. આ સાથે જ તેમણે રૂા. 11,999  સુધીનો પગાર ધરાવતા નોકરિયાતોને પ્રોફેશનલ ટેક્સમાંથી સંપૂર્ણ માફી આપી છે

રાજ્યના પશુપાલકો અને માછીમારો દ્વારા ખેડૂતોની જેમ કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ લોન માટે સમાન વ્યાજ સબવેન્શન પ્રદાન કરવાની માગણી કરવામાં આવી છે જેથી રાજ્ય સરકારે તેમના માટે ટૂંકાગાળાની લોન પર વ્યાજમાં રાહત આપવાની યોજના જાહેર કરી છે.

આ યોજના હેઠળ આઠથી દસ હજાર કરોડની વ્યાજમુક્ત લોન મળવાનો અંદાજ છે. નાણામંત્રીએ કૃષિ અને સહકાર વિભાગના બજેટની ફાળવણી વખતે એવી જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલન અને જાળવણી માટે આગામી વર્ષે 500 કરોડ ખર્ચશે.

સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી છે. એ ઉપરાંત રખડતાં પ્રાણીઓની સમસ્યાના નિરાકરણ માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ પ્રવૃત્તિ માટે 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં 7737 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વિભાગની વિવિધ જોગવાઇ આ પ્રમાણે છે.

* પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે જોગવાઇ રૂ.2310 કરોડ.

* કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા 260 કરોડ.

* રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે 231 કરોડ.

* સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે 213 કરોડ.

* મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે 142 કરોડ.

* પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને આ અભિયાન સાથે જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે તે માટે 100 કરોડ.

* સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા 100 કરોડ.

* ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત 81 કરોડ.

* ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા 54 કરોડ

* ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા 35 કરોડ.

* ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા 32 કરોડ.

* વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે 20 કરોડ.

* ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરૂં પાડવા 17 કરોડ.

* કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા 15 કરોડ.

* રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા 10 કરોડ.

બાગાયત વિભાગની જોગવાઇઓ....

* બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ 369 કરોડ.

* ડ્રેગન ફુટના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ.

* મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ.

* કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 7 કરોડ.

* અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે 7 કરોડ.

* કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 757 કરોડ.

પશુપાલન વિભાગની યોજનાઓ...

* પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે 300 કરોડ.

* ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડ.

* ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે 50 કરોડ.

*  ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા 80 કરોડ.

*  ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા 58 કરોડ.

*  વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા 44 કરોડ.

* મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 24 કરોડ.

*  ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર અને ગોડાઉન બાંધકામ માટે 12 કરોડ.

* કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 માટે 8 કરોડ.

* કામધેનુ યુનિવસટીના સંચાલન તેમજ કૃષિ સંશોધનના કાર્યક્રમોને વેગ આપવા 137 કરોડ.

મત્સ્યોદ્યોગ વિભાગની જોગવાઇ...

* મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.880 કરોડ.

*  માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર 2 હજાર લીટરનો વધારો.

*  સાગરખેડુઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે 230 કરોડ.

*  સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા 75 કરોડ.

*  પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ -2, માઢવાડ, પોરબંદર -2 અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ 201 કરોડ.

*  સાગરખેડુઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા 40 કરોડ.

*  હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે 264 કરોડ.

*  પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 30 કરોડ.

*  આંતરદેશીય મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને સાધન સહાય માટે 25 કરોડ.

*  ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા 5 કરોડ.

સહકાર વિભાગની જોગવાઇ...

* ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે 1250 કરોડ.

*  કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે 50 કરોડ.

* સહકારી ખાંડ મીલોને પુનથ કાર્યાન્વિત કરવા લોન પેટે 10 કરોડ.

*  ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે 13 કરોડ.

*  ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા ર કરોડ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget