PM Modi Gujarat Visit: પીએમ મોદીએ યુરિયા ખાતરને લઈ શું કહી મોટી વાત ?
PM Modi Gujarat Visit: મોદીએ કહ્યું,ભારત વિદેશમાંથી યુરિયાની આયાત કરે છે, યુરિયાની 50 કિલોની થેલીની કિંમત 3,500 રૂપિયા છે. દેશમાં આ જ યુરિયાની થેલી ખેડૂતોને માત્ર રૂ. 300માં આપવામાં આવે છે.
PM Modi on Urea: વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી IFFCO કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ ઉદ્ધાટન કર્યું, આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાન્ટ બનાવવામાં આવશે. કલોલના ઈફ્કો પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ પ્રધાનમંત્રીએ સંબોધન કર્યુ હતું.
યુરિયાને લઈ શું બોલ્યા પીએમ મોદી
PM મોદીએ કહ્યું ખાતરોનો બીજો સૌથી મોટો ઉપભોક્તા દેશ અને ખાતરનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. 7-8 વર્ષ પહેલા, મોટાભાગના યુરિયા ખાતર ખેતરોના બદલે કાળાબજારમાં પહોંચતા હતા. નવી ટેકનોલોજીના અભાવે યુરિયા ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી.
India is the 2nd biggest consumer of fertilizers & 3rd biggest producer of fertilizer. 7-8 years ago, the majority of urea could not reach our farms and was destroyed due to black marketing. Urea factories were shut because of a lack of new technologies: PM Modi, in Gandhinagar pic.twitter.com/893InmGDQy
— ANI (@ANI) May 28, 2022
વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારત વિદેશમાંથી યુરિયાની આયાત કરે છે, જેમાં યુરિયાની 50 કિલોની થેલીની કિંમત 3,500 રૂપિયા છે. પરંતુ દેશમાં આ જ યુરિયાની થેલી ખેડૂતોને માત્ર રૂ. 300માં આપવામાં આવે છે. આપણી સરકાર યુરિયાની એક થેલી પર રૂ. 3,200નો ભાર સહન કરે છે. અમે તમામ મુશ્કેલીઓનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ખેડૂતોને તકલીફ પડવા દીધી નથી.
India imports urea from abroad, in which a 50 kg bag of urea costs Rs 3,500. But in the country, the same urea bag is given to farmers for only Rs 300. Our govt bears a load of Rs 3,200 on a bag of urea. We've tried to face all the difficulties but not let our farmers suffer: PM pic.twitter.com/bvMMU2cp3A
— ANI (@ANI) May 28, 2022
ડેરી ક્ષેત્રને લઈ શું કહ્યું પ્રધાનમંત્રી મોદીએ
પીએમ મોદીએ કહ્યું ડેરી ક્ષેત્રના સહકારી મોડેલનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે જેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે. પાછલા વર્ષોમાં, ડેરી ક્ષેત્ર પણ ઝડપથી વધી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રમાં પણ વધુ યોગદાન આપી રહ્યું છે. ગુજરાતની 17 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે. ગુજરાતમાં પણ, દૂધ આધારિત ઉદ્યોગો વ્યાપકપણે ફેલાયેલા હતા કારણ કે તેમાં સરકારના પ્રતિબંધો ઓછા હતા. સરકાર અહીં માત્ર એક સુવિધા આપનારની ભૂમિકા ભજવે છે, બાકીનું કામ તો તમારા જેવી સહકારી સંસ્થાઓ કરે છે, ખેડૂતો કરે છે. અમે સ્વતંત્રતાના અમૃતની ભાવના સાથે સહકારની ભાવનાને જોડવા માટે સતત આગળ વધી રહ્યા છીએ.
Today, India produces milk worth around Rs 8 lakh crores in a day... even if we combine the wheat & rice market, it is lesser than milk production... if we have seen more prosperity in Gujarat's villages, a major reason is the dairy sector-linked cooperatives: PM Narendra Modi pic.twitter.com/b98fMVssyk
— ANI (@ANI) May 28, 2022