Ganesh Chaturthi 2021: જાણો ક્યારે કરશો ગણપતિ સ્થાપના ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
ભક્તો ગણપતિ બાપાની પૂજા માટે મૂર્તિ સ્થાપિત કરીને તેની પૂજા કરે છે અને ભગવાન શ્રીગણેશનો જન્મોત્સવ મનાવે છે. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
Ganpati Sthapana Shubh Muhurat 2021: હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે. ગણેશ પૂજા ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવે છે. હિન્દું પંચાગ મુજબ ભાદરવા સુદ 4 ના દિવસે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે આ તિથિ 10 સપ્ટેમ્બરે આવે છે. આ દિવસે ગણપતિની સ્થાપના કરવામાં આવશે. ભક્તો ગણપતિ બાપાની પૂજા માટે મૂર્તિ સ્થાપિત કરીને તેની પૂજા કરે છે અને ભગવાન શ્રીગણેશનો જન્મોત્સવ મનાવે છે. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણપતિનો આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે.
ગણપતિ સ્થાપના માટે શુભ મુહૂર્ત
ગણપતિની સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. પંચાગ અનુસાર ગણપતિ બાપાની સ્થાપના 10 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યા ને 17 મિનિટથી લઈ રાતે 10 વાગ્યા સુધી કરી શકાય છે. ધાર્મિક માન્યતા મુજબ શુભ મુહૂર્ત પર ગણપતિનું સ્થાપન કરવાથી ઘરમાં ખુશી આવે છે. ઉપરાંત મનોકામના પણ પૂર્ણ કરે છે.
પૂજા વિધિ
ગણેશ પૂજા માટે ભક્તોએ સૂર્યોદય પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જે બાદ ગણપતિ સામે બેસીને પૂજા પ્રારંભ કરો. તેમનું ગંગાજળથી અભિષેક કરો. જે બાદ ચોખા, ફૂલ, દૂર્વા વગેરે અર્પિત કરો. તેમની પ્રિય ચીજ મોદકનો ભોગ લગાવો. જે બાદ ધૂપ, દીપ તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો, જે બાદ ફરી આરતી કરો અને પૂજા સમાપ્ત કરો.
બાપની કૃપા માટે ગણેશોત્સવ દરમિયાન લગાવો આ ભોગ
- મોદકઃ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપના થાય છે. આ તેમના જન્મોત્સવનો દિવસ છે. તેથી આ દિવસે તેમને સૌથી પ્રિય મોદકનો ભોગ ધરાવાય છે.
- મોતાચુર લાડુઃ ભગવાન ગણેશને મોતીચુરના લાડુ પણ ખૂબ પ્રિય છે. તેથી ગણેશ ચતુર્થીના પર્વ પર તેના બાલ રૂપનું પૂજન કરીને મોતીચુરના લાડુનો ભોગ લગાવો.
- બેસન લાડુઃ ભગવાન શ્રીગણેશને બેસનના લાડુ પણ અતિ પ્રિય છે. તેથી આ 10 દિવસમાં એક દિવસ બેસનના લાડુનો પ્રસાદ ચઢાવો.
- ખીરઃ એક કથા અનુસાર માતા પાર્વતી, મહાદેવ માટે જ્યારે ખીર બનાવે છે તો પુત્ર ગણેશ તે પી જાય છે. તેથી ભગવાન ગણેશને ખીર અવશ્ય ચઢાવવી જોઈએ.
- કેળાઃ સનાતમ ધર્મમાં કેળાનો ભોગ ઉત્તમ માનવામાં આવ્યો છે અને તે ભગવાન ગણેશને પણ પસંદ છે. તેથા કેળાનો ભોગ અવશ્ય લગાવો.
- નારિયળઃ ધાર્મિક કાર્યોમાં નારિયળ ખૂબ શુભ છે. તેથી આ દિવસોમાં કોઈ પણ દિવસે ભગવાન ગણેશને નારિયળનો ભોગ લગાવો.
- પીળા રંગની મીઠાઈઃ પીળો રંગ ગણેશજીને ખૂબ પ્રિય છે. તેથી પીળા રંગની મીઠાઈનો ભોગ જરૂર લગાવો,
- મખાને ખીરઃ મખાનેની ખીર બનાવીને ભગવાન ગણેશને ભોગ લગાવો.