6 એરબેગ્સ સાથે સનરૂફ, 20 kmpl ની માઇલેજ, આ 10 લાખ રૂપિયામાં મળી રહી છે આ કારો
Cars Under 10 Lakh: Tata Nexonમાં 5500ccનું એન્જિન છે. આ એન્જિન સાથે આ કાર 88.2 PSનો પાવર આપે છે અને 170 Nmનો ટોર્ક જનરેટ કરે છે
Cars Under 10 Lakh: કાર ખરીદવી એ એક મોટું કામ છે. નવી કાર ખરીદતા પહેલા તેના ફિચર્સ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. કારનો લૂક જોઈને જાણી શકાય છે, પરંતુ કાર કેટલી માઈલેજ આપે છે અથવા કારમાં મુસાફરી કરવી કેટલી સલામત છે તે તો તે કારની વિગતો જાણ્યા પછી જ જાણી શકાય છે. ચાલો જાણીએ આવા વાહનો વિશે જેની કિંમત 10 લાખ રૂપિયાની રેન્જમાં છે. આ વાહનોમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ છે. આ ઉપરાંત આ વાહનો સારી માઈલેજ પણ આપે છે.
ટાટા નેક્સન (Tata Nexon)
Tata Nexonમાં 5500ccનું એન્જિન છે. આ એન્જિન સાથે આ કાર 88.2 PSનો પાવર આપે છે અને 170 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર 382 લિટરની બૂટ-સ્પેસ સાથે આવે છે. ટાટાની આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ વાહન 17 થી 24 kmplની માઈલેજ આપે છે.
ટાટાની આ કારમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ આપવામાં આવી છે. આ કારને ગ્લૉબલ NCAPના ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે. આ કારમાં ઇલેક્ટ્રિક સનરૂફ પણ છે. નેક્સનના કુલ 100 વેરિઅન્ટ્સ માર્કેટમાં સામેલ છે. Tata Nexonની એક્સ-શૉરૂમ કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
મહિન્દ્રા XUV 3XO (Mahindra XUV 3XO)
Mahindra XUV 3XO પણ બજેટ-ફ્રેન્ડલી કાર છે. આ કાર માર્કેટમાં પેટ્રૉલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. આ કારમાં લાગેલું ડીઝલ એન્જિન 86 kWનો પાવર અને 300 Nmનો ટોર્ક આપે છે. જ્યારે પેટ્રૉલ એન્જિનથી આ કાર 96 kWનો પાવર આપે છે અને 230 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કાર 18 થી 21 kmplની માઈલેજ આપે છે.
મહિન્દ્રાની આ કાર વર્ષ 2024માં ભારતીય બજારમાં આવી હતી અને તેના લૉન્ચિંગની સાથે જ આ કારનો લોકોમાં ક્રેઝ બની ગયો હતો. આ કારને તાજેતરમાં ભારત NCAP તરફથી ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે. આ વાહનના તમામ વેરિયન્ટમાં 6 એરબેગ્સ આપવામાં આવી છે. મહિન્દ્રાના વાહનમાં સ્કાયરૂફ ફિચર પણ સામેલ છે. Mahindra XUV 3XOની એક્સ-શોરૂમ કિંમત 7.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
મારૂતિ ડિઝાયર (Maruti Dzire)
મારુતિ ડીઝાયરનું અપડેટેડ મૉડલ હાલમાં જ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ કાર સાત કલર વેરિઅન્ટ સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે. આ કારમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ આપવામાં આવી છે. નવી Dezire ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવનારી મારુતિની પ્રથમ કાર બની છે. મારુતિની આ કારમાં સનરૂફ પણ આપવામાં આવ્યું છે.
મારુતિની કારમાં 1.2-લિટર Z-સીરીઝ એન્જિન છે. આ સાથે આ કાર સીએનજીમાં પણ માર્કેટમાં છે. મારુતિ ડીઝાયર પેટ્રૉલ વેરિઅન્ટમાં 24.79 kmpl ની માઈલેજ આપે છે અને તેનું CNG વાહન 33.73 km/kg ની માઈલેજ આપવાનો દાવો કરે છે. નવી Dezireની એક્સ-શોરૂમ કિંમત 6.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
આ પણ વાંચો
Hondaની ન્યૂ ઇલેક્ટ્રિક Activa ની ઝલક આવી સામે, શું ખરીદવાથી થશે ફાયદો ?