Union Budget 2023: સોનુ, ચાંદી અને પ્લેટિનમ થશે મોંઘુ, જાણો કઇ વસ્તુ પર મળી ભારે છૂટ?
: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.
Union Budget 2023: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો એ સૌથી મોટી જાહેરાત છે. સરકારે જૂની ટેક્સ સિસ્ટમ નાબૂદ કરી. આ દરમિયાન નાણામંત્રીએ એ પણ જણાવ્યું કે કઈ વસ્તુઓ સસ્તી થઈ રહી છે અને કઈ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. આવો જાણીએ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ પર વધુ પૈસા ચૂકવવા પડશે.
સસ્તું શું થયું
- મોબાઈલ ફોન અને કેમેરા લેન્સ સસ્તા થશે.
- વિદેશથી આવતી ચાંદી સસ્તી થશે
- LED ટીવી અને બાયોગેસ સંબંધિત વસ્તુઓ સસ્તી થશે
- ટીવીના કેટલાક સ્પાર્ટસ પર ર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે
- ઇલેક્ટ્રિક કાર, રમકડાં અને સાઇકલ સસ્તી થશે
- હીટ કોઇલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડી
શું થયું મોંઘું
- સોનું-ચાંદી અને પ્લેટિનમ મોંઘા થશે.
- સિગારેટ મોંઘી થશે, ડ્યુટી 16% વધી
- ઇમ્પોર્ટેડ દરવાજા અને કિચન ચીમની
- વિદેશી રમકડાં
બજેટ સ્પીચની મોટી બાબતો
- સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ 15 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે.
- માસિક આવક ખાતું યોજના હેઠળ, વર્તમાન 4.5 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.
- મહિલા સન્માન બચત પ્રમાણપત્રો જારી કરવામાં આવશે, જેનો કાર્યકાળ બે વર્ષનો હશે અને તે અંતર્ગત બે વર્ષ સુધી મહિલા અથવા બાળકીના નામે બે લાખ રૂપિયા જમા કરાવી શકાશે.
- એકમો માટે સામાન્ય ID PAN હશે. MSMEની જપ્ત કરાયેલી રકમમાંથી 95% પરત કરવામાં આવશે. કોરોના રોગચાળામાં જપ્ત કરાયેલી રકમ પરત કરવામાં આવશે.
- ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20,700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. દેશમાં 30 'સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર'ની સ્થાપના કરવામાં આવશે.
બજેટમાં મહિલાઓ માટે શું છે ખાસ
ત રેલ બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ રેલવેના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે એક વખત ફરી રેલવેનું બજેટ વધાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે,રેલવેને કુલ2.4 લાખ કરોડનું બજેટ ફળવાયું છે. જેમાં તમામ યોજના પર કામ કરાશે. આ અત્યાર સુધીનું રેલેવનું સૌથી મોટું બજેટ છે. વર્ષ 2013-14ની ની તુલનામાં આ બજેટની ફળવાયેલી રકમ 9 ગણી વધારે છે. નાણા મંત્રીએ કહ્યું કે, રેલેવેમાં 100 નવી યોજનાની શરૂઆત થશે. આ સિવાય નવી યોજના માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેક્ટરની મદદથી 100 યોજનાઓની ઓળખ થઈ ચૂકી છે. જેના પર આગળ પણ કામ કરવામાં આવશે.