શોધખોળ કરો

અરવલ્લીમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયોઃ હત્યારાને યુવતી સાથે હતો દોઢ વર્ષથી પ્રેમસંબંધ, કેમ કરી હત્યા?

અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાના પરથી આખરે પડદો ઊંચકાયો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

મેઘરજઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાના પરથી આખરે પડદો ઊંચકાયો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટનાને અંજામ આપનાર અને ફરિયાદીને ગેરમાર્ગે દોરનાર સાક્ષી જ આરોપી નિકળતા આરોપી કિરણ મનોહરલાલ ભગોરાને ઝડપી પાડ્યો છે. મેઘરજના મોટી પંડુલી ગામે રહેતી કોલેજીયન યુવતી ગૂમ થતાં પરિવારજનો પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને 16 જૂન 2022 ના રોજ બેડજના જંગલમાંથી ગૂમ થયેલી કોલેજીયન યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની લાશ મળી આવતા પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો અને સમગ્ર મામલે પોલીસે બે લોકોના નામ જોગ અને અન્ય 2 મળી કુલ 4 લોકો સામે ગુનો નોંધ્યો હતો. સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરતા આ કેસમાં સાક્ષી બનેલ વ્યક્તિ કિરણ મનોહરલાલ ભગોરા આરોપી નિકળ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી કિરણ મનોહરલાલ ભગોરાએ પોલિસ તપાસ દરમિયાન કબૂલ્યું છે કે, મૃતક યુવતીને છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો અને અવાર-નવાર તેઓ એકબીજાને મળતા હતા. ગત 14 જૂન 2022 ના રોજ બન્ને લોકો બપોરના 2 વાગ્યાના અરસામાં બેડજના જંગલમાં મળવા ગયા હતા. જ્યાં મૃતક યુવતી પર અન્ય યુવકના ફોન અને મેસેજ આવતા હતા. જે જોઇને આરોપી કિરણે મૃતક યુવતી પર શંકા કરી કે, તારે અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ છે તેમ કહીને જોરથી લાફો માર્યો હતો. લાફો મારતા જ યુવતી નીચે પટકાતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા બેભાન થઇ હતી. આરોપીને લાગ્યું કે, યુવતી મરી ગઇ છે એવું માનીને યુવતીના દુપટ્ટાથી ગળે ફાંસો આપી બોરડીના ઝાડ ઉપર બાંધી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આરોપી કિરણ મનોહરલાલ ભગોરાએ યુવતીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે નિર્દોષ છે, તે માટે ફરિયાદીને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી પોતાના ઘરે આવી ગયો હતો અને બીજા દિવસે ફરિયાદીની સાથે રહેતો અને તેમને ગેરમાર્ગે દોરતો હતો. આરોપી પોતાને બચાવવા માટે ફરિયાદીને અન્ય લોકોના નામ આપતો હતો અને મૃતક યુવતીને માથાના ભાગે પાઈપ મારી અપહરણ કરવામાં આવ્યું હતું. મોટર સાયકલ ઉપર બેસાડી બેડજના જંગલમાં લઇ જઇ મારી નાખવામાં આવી છે અને લાશને ઝાડ પર લટકાવવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સાક્ષી જ આરોપી નીકળ્યો હતો.

બેડજ જંગલમાં બનેલી હત્યાની ઘટનાને લઇને પોલીસે તપાસ કરતા મૃતક યુવતીનો મોબાઈલ ફોન પોલીસે આરોપી કિરણ મનોહરલાલ ભગોરાના ઘરેથી કબજે કર્યો છે. આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે મૃતક યુવતીના મોબાઈલનું સીમકાર્ડ તેમજ પોતાના મોબાઈલનું સીમકાર્ડ તોડી ક્યાંક ફેંકી દીધું છે, જેની તપાસ હાલ ચાલુ છે. પોલીસે આરોપી પાસેથી મૃતક યુવતીનો મોબાઈલ, ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ તેમજ આરોપીએ પહેરેલા કપડા કબજે કર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget