DAMAN : દમણ પોલીસને મળી મોટી સફળતા, નાઈઝીરીયન ઠગ ગેંગના સાગરીતની દિલ્લીથી કરી ધરપકડ
Daman News : દમણ પોલીસે આંતરરાષ્ટ્રીય સાઈબર ફ્રોડ કરનારી નાઈઝીરીયન ગેંગના એક સભ્યને દિલ્લીથી ઝડપી પાડ્યો.
![DAMAN : દમણ પોલીસને મળી મોટી સફળતા, નાઈઝીરીયન ઠગ ગેંગના સાગરીતની દિલ્લીથી કરી ધરપકડ Daman Police nabs one member of Nigerian gang involved in international cyber fraud from Delhi DAMAN : દમણ પોલીસને મળી મોટી સફળતા, નાઈઝીરીયન ઠગ ગેંગના સાગરીતની દિલ્લીથી કરી ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/ee3b2bba1355ed84b4717c0636ba17161658584735_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daman : સંઘપ્રદેશ દમણમાંથી દમણ પોલીસે નાઈઝીરીયન ઠગ ગેંગ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાષ્ટ્રીય સાઈબર ફ્રોડના મસમોટા રેકેટનો પરદાફાશ કર્યો છે. આ સાથે જ દમણ પોલીસે નાઈઝીરીયન ઠગ ગેંગના એક સાગરીતને દિલ્લીથી ઝડપી પાડ્યો છે. આ નાઈઝીરીયન શખ્સ પાસેથી પોલીસને 12 ડેબિટ એટીએમ કાર્ડ, 14 સીમ કાર્ડ , 12 મોબાઇલ ફોન , 6 ડોંગલ અને બેન્કની પાસબુક અને ચેકબુક પણ મળી આવી છે.
ફેસબુક પર મિત્રતા કેળવી કરી છેતરપિંડી
આ છેરપીંડીનો ભોગ બનેલા સંઘપ્રદેશ દમણના ફરિયાદીએ જણાવ્યું કે એક વર્ષ પહેલા ફેસબૂકમાં ફિલીપ નામના વિદેશી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જેને તેણે સ્વીકારી હતી. આ વિદેશી વ્યક્તિએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેના માટે 1 કરોડની ગિફ્ટ ભારત મોકલવાનું કહ્યું.
આ તરફ ભારતમાં ફરિયાદીને કોઈ અજાણી વ્યકતિ પોતે કસ્ટમ અધિકારી બોલે છે એમ કહી 1 કરોડ 39 લાખના પાર્સલ છોડાવવા માટે 10 લાખ રૂપિયા એક ખાતામાં જમા કરાવવા કહ્યું હતું. ફરિયાદીએ પાર્સલ છોડાવવાની લાલચે 10 લાખ રૂપિયા એ ખાતામાં જમા કર્યા બાદ તેને મોંઘીદાટ ગિફ્ટ ન મળી અને 10 લખ રૂપિયા પણ ગયા, જે બાદ પોતે છેતરાયાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દિલ્લીથી ઝડપાયો નાઈઝીરીયન આરોપી
ફરિયાદ દાખલ થતા જ દમણ સાઇબર પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી અનેપોલીસે આ ફરિયાદના મામલામાં દિલ્હીથી મૂળ નાઈઝીરીયન વ્યક્તિ એવા બેસીલ એડેકે ઓડીનીકપો નામના આરોપીને ધબોચી લીધો છે. ત્યારબાદ તેની આગવી ઢબે પૂછપરછ અને તપાસ કરતા આરોપી પાસેથી. 12 ડેબિટ એટીએમ કાર્ડ, 14 સીમકાર્ડ, 12 મોબાઇલ ફોન, 6 ઈન્ટરેનેટ ડોંગલ અને બેન્કની પાસબુક અને ચેકબુક પણ પોલીસને હાથ લાગે છે લાગી છે.
નાઈઝીરીયન મહાઠક ગેંગના અન્ય સાગરીતોને ઝડપવા તપાસ તેજ
દમણ પોલીસે અત્યારે આ કેસમાં આરોપી પાસેથી અનેક મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા છે અને આ રેકેટ કઈ રીતે ચાલતું હતું..? અને રેકેટના મુખ્ય સૂત્રધાર કોણ છે? તે તમામ સવાલોના જવાબ મેળવવા અને આ નાઈઝીરીયન મહાઠક ગેંગના અન્ય સાગરીતોને ઝડપવા તપાસ તેજ કરી છે. આથી દમણ પોલીસ ની આગામી તપાસ માં આ રેકેટ માં આ ઠગ ગેંગ એ અન્ય ક્યાં ક્યાં અને કોની સાથે કેટલી ઠગાઈ કરી છે મામલે અનેક ચોંકાવનાર ખુલાસા થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)