(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: બોટાદ વિસ્તારમાં વાડીમાંથી મળી આવ્યો મૃતદેહ, તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કર્યાની આશંકા
બોટાદ: ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામની વાડીમાંથી વાડીના માલિકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નીતુભા કરણુભા ગોહિલ નામના શખ્સનો પોતાની વાડીમાંથી જ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.
બોટાદ: ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામની વાડીમાંથી વાડીના માલિકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નીતુભા કરણુભા ગોહિલ નામના શખ્સનો પોતાની વાડીમાંથી જ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. નીતુભા કરણુભા ગોહિલની માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
નીતુભા કરણુભા ગોહિલ બપોરના સમયે ઘરેથી વાડીએ ગયા હતા ત્યારે વાડીમાં ભાગ્યું વાવતા ખેડૂત વાડીએ આવતા તેમણે જોયું કે ઓરડી મૃતદેહ પડ્યો હતો. ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ,એલસીબી,એસઓજી, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહને પેનલ ટુ પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. હત્યા છે કે કોઈ અન્ય કારણ તે પીએમ રીપોર્ટ બાદ જાણવા મળશે.
રાજકોટમાં એક્સ હસબન્ડે તેમની એક્સ વાઇફ સાથે છેતરપિંડી કરીને 25 લાખ રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પૂર્વ પતિએ સંયુક્ત મકાનની મિલકત પર લોન લઇને છેતરપિંડ કરી છે. ફરિયાદી મહિલાના એક વર્ષ પહેલાં પૂર્વ પતિ જીગ્નેશ પનારા સાથે છૂટાછેડા થયા હતા. પૂર્વ પતિએ ભરણપોષણના પૈસા ચૂકવવા માટે આ મકાન પર લોન લીધી હતી. લોન લઈને લોનના હપ્તા પૂર્વ પતિએ ન ચૂકવતાં મહિલાને હપ્તા ભરવાનો વારો આવ્યો હતો.
મહિલાનો આક્ષેપ છે કે, પૂર્વ પતિ જિગ્નેશ પનારા પોલીસે ફરિયાદ ન હતી લીધી, છે છેક ગૃહ વિભાગ સુધી રજૂઆત પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાઇ જો કે ફરિયાદ નોંઘાયા બાદ પણ પોલીસે પૂર્વ પતિ જીગ્નેશ પનારા, સાસુ રેખાબેન પનારા, નણંદ ડિમ્પલ બુરવા અને એકતા મિતેષ વૈદ્ય સામે કોઈ કાર્યવાહી નથી કરી.નોંધનિય છે કે પીડિત મહિલાએ 9 દિવસ પહેલા ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
તો બીજી તરફ રાજકોટમાં એક નાની બાળકીને પીંખી નાંખવાની ઘટના સામે આવી છે. તાજા માહિતી પ્રમાણે, રાજકોટમાં એક હવસખોર પૌઢે માત્ર 3 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી છે. રાજકોટ શહેરમાં રામચંદ્ર પાસવાન નામના પૌઢે આ કરતૂત કરી છે, જોકે પોલીસે હાલમાં આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં 3 વર્ષની બાળકીને પૌઢે ફ્રાયમ્સ ખવડાવવાના બહાને બોલાવી હતી, જ્યારે બાળકી આવી તો પૌઢ તેને પોતાના રૂમમાં લઇ ગયો અને તેને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, સમગ્ર ઘટના બહાર આવતા જ શહેરના આજીડેમ પોલીસે પૌઢને પકડી લીધો હતો. હાલમાં દુષ્કર્મ પીડિત ત્રણ વર્ષનીને બાળકી રાજકોટ સિવિલ હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.