શોધખોળ કરો

કેનેડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે આજીવિકા ખર્ચ પેટે બતાવવા પડશે 20 હજાર ડોલર

આ નવા નિર્ણયથી ગુજરાતીઓ સહિત સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. કારણ કે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા અને અભ્યાસ કરવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.

Canada News: કેનેડા અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. વિદ્યાર્થીઓને આજીવિકા ખર્ચ પેટે 20 હજાર ડોલર બતાવવા પડશે. કેમ્પસની બહાર અઠવાડિયાના 20 કલાક કામ કરવાની છુટ રહેશે. નવા માપદંડો 1 જાન્યુઆરીથી લાગુ પડશે. એપ્રિલ સુધી વિદ્યાર્થીઓને વર્ક પરમીટ લંબાવી આપવાનું બંધ કરાશે.

આ નવા નિર્ણયથી ગુજરાતીઓ સહિત સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે કારણ કે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા અને અભ્યાસ કરવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. આ સાથે જ મજબૂત નાણાકીય બેકગ્રાઉન્ડ પણ દેખાડવું પડશે. કેનેડાના ઈમીગ્રેશન, રિફ્યૂજી અને સિટિઝનશીપ મંત્રી માર્ક મિલરે આ ફેરફારની જાહેરાત કરી છે.

સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે અરજીકર્તાએ એ જોવું પડશે કે તેની પાસે ટ્યુશન અને મુસાફરી  ખર્ચના પહેલા વર્ષ ઉપરાંત 20,635 કેનેડિયન ડોલર (લગભગ 15,181 અમેરિકી ડોલર) છે, જે લગભગ 12 લાખ 66 હજાર ભારતીય રૂપિયા છે. ભણવા માટે કેનેડા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાના ખર્ચની જરૂરિયાત 2000ના  દાયકાની શરૂઆતથી બદલાઈ નથી. તે વખતે તેને 10,000 કેનેડિયન ડોલર (લગભગ 7357 અમેરિકી ડોલર) નક્કી કરાયું હતું. એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય જરૂરિયાત હાલ રહેવાના ખર્ચ મુજબ નથી જેના પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓ કેનેડા પહોંચે છે અને ખબર પડે છે કે તેમની પાસે તો પૂરતા પૈસા જ નથી.

મિલરે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા, એ સુનિશ્ચિત કરવું એ અમારી જવાબદારી છે કે જ્યારે વિદ્યાર્થીઓ અમારા દેશમાં આવે તો તેમને સમર્થન આપવામાં આવે. શિક્ષણ સંસ્થાન શૈક્ષણિક અનુભવના ભાગ રૂપે પૂરતી છાત્ર સહાયતા આપે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ વાર્ષિક આર્થિક ગતિવિધિઓમાં 11 અબજ કેનેડિયન ડોલર (લગભગ 16 અબજ અમેરિકી ડોલર)થી વધુનું યોગદાન આપે છે જે કેનેડાના ઓટોપાર્ટ્સ, લાકડી કે વિમાનની નિકાસ કરતા વધુ છે, અને કેનેડામાં બે લાખથી વધુ નોકરીઓ પેદા કરે છે.

ભારતમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવાના ઈરાદે વિદેશમાં જાય છે. જેમાં ખાસ કરીને આ વિદ્યાર્થીઓ અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. આ દરમિયાન ભારત સરકારે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં 2018 થી વિદેશોમાં વિવિધ કારણોસર 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયાનો ઉલ્લેખ કરાયો છે. આ રિપોર્ટ અનુસાર, વિશ્વના 34 દેશોમાં કેનેડામાં સૌથી વધુ 91 મૃત્યુ થયા છે.

વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં માહિતી આપી હતી કે મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર, 2018થી વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની 403 ઘટનાઓ સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેનેડામાં 2018થી અત્યાર સુધીમાં 91 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારબાદ બ્રિટન(48), રશિયા (40), અમેરિકા (36), ઓસ્ટ્રેલિયા (35), યુક્રેન (21), જર્મની- સાયપ્રસ (14), ઇટાલી અને ફિલિપાઇન્સ (10)નો નંબર આવે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot: જેતલસર - વડાલ વચ્ચે ટ્રેન અડફેટે યુવાનનું મોતSomnath: સોમનાથ મંદિરે દર્શને આવેલા બે યાત્રિકને ગુરૂવારના રખડતા ઢોરે અડફેટે પિતા-પુત્રી ઈજાગ્રસ્તIFFCO | જીત બાદ જયેશ રાદડિયાએ લીધા દિલીપ સાંઘાણીના આશીર્વાદ, જુઓ વીડિયોCricket Satta Case | અમદાવાદ અને સુરતની 15 જેટલી આંગડિયા પેઢીઓ શંકાના દાયરામાં, જુઓ રિપોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
પંજાબ નેશનલ બેંક બંધ કરી દેશે આવા ખાતાધારકોના એકાઉન્ટ, બેંકે ખુદ જણાવ્યું – કોને છે જોખમ?
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?
સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, સોનું ખરીદવા કરતાં કેમ તે વધારે સુરક્ષિત છે?
ટેક્સ ભરનારા લોકો માટે મહત્વના સમાચાર, જો આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
ટેક્સ ભરનારા લોકો માટે મહત્વના સમાચાર, જો આ કામ નહી કરો તો અટકી જશે પૈસા
ભારતમાં યુવાઓ માટે સરકારી નોકરી મેળવવી કેમ સરળ નથી
ભારતમાં યુવાઓ માટે સરકારી નોકરી મેળવવી કેમ સરળ નથી
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ નંબર કરી લો સેવ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
આવતીકાલે ધોરણ-10નું પરિણામ, આ નંબર કરી લો સેવ, માત્ર એક મેસેજથી જાણી શકાશે રિઝલ્ટ
Embed widget