Exam: પરીક્ષા પાસ કરવા 33 ટકા જોઈએ, શું તમે જાણો છો કોણે શરુ કરી આ ફોર્મ્યુલા?
Exam: દેશભરના વિવિધ રાજ્યોમાં 10મા અને 12મા બોર્ડના પરિણામ જાહેર થઈ રહ્યા છે. મોટાભાગની બોર્ડ પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓને પાસ થવા માટે 33 ટકા માર્ક્સ જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે પરીક્ષા પાસ કરવા માટે 33 ટકા માર્ક્સનું ફોર્મ્યુલા કોણ લઈને આવ્યું?
Exam: દેશભરના વિવિધ રાજ્યોમાં 10મા અને 12મા બોર્ડના પરિણામ જાહેર થઈ રહ્યા છે. મોટાભાગની બોર્ડ પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓને પાસ થવા માટે 33 ટકા માર્ક્સ જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે પરીક્ષા પાસ કરવા માટે 33 ટકા માર્ક્સનું ફોર્મ્યુલા કોણ લઈને આવ્યું? આજે અમે તમને જણાવીશું કે ભારતમાં યોજાનારી પરીક્ષામાં 33 ટકાની ફોર્મ્યુલા કોણ લઈને આવ્યું અને તેની પાછળનું કારણ શું હતું.
33 ટકાની ફોર્મ્યુલાર ક્યાંથી આવી?
આપણે સૌ જાણીએ છીએ કે ભારત લાંબા સમય સુધી અંગ્રેજોનું ગુલામ હતું. આ સમયગાળા દરમિયાન, અંગ્રેજોએ 1858માં ભારતમાં પ્રથમ મેટ્રિકની પરીક્ષા આયોજીત કરી હતી. આ પરીક્ષા પાસ કરવા માટે બ્રિટિશ અધિકારીઓએ ભારતીયો માટે પાસિંગ માર્કસ 33 ટકા નક્કી કર્યા હતા. પરંતુ રસપ્રદ વાત એ છે કે તે સમયે બ્રિટનમાં ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ મેળવનારા જ પાસ થયા હતા. એવું માનવામાં આવે છે કે તેની પાછળનું કારણ એ હતું કે બ્રિટિશ અધિકારીઓને લાગ્યું કે ભારતીયો ઓછા બુદ્ધિશાળી છે. જો કે આજે ભારત કોઈપણ બાબતમાં વિશ્વના બાકીના દેશોથી પાછળ નથી.
અન્ય દેશોમાં પાસ થવાનો નંબર શું છે?
હવે સવાલ એ છે કે ભારતમાં પાસ થવા માટે 33 ટકા માર્ક્સ જરૂરી છે. પરંતુ બાકીની દુનિયામાં પાસ થવા માટે કેટલા માર્ક્સ જરૂરી છે? માહિતી અનુસાર, જર્મન ગ્રેડિંગ સિસ્ટમ ગ્રેડ પોઈન્ટ એવરેજ (GPA) પર આધારિત છે. અહીં 1 થી 6 અથવા 5 પોઇન્ટ ગ્રેડિંગ સિસ્ટમ છે. જ્યાં 1- 1.5 ભારતીય સિસ્ટમ મુજબ 90-100% ખૂબ સારી છે. જ્યારે 4.1-5 ભારતીય સિસ્ટમમાં 0-50% સંખ્યા છે. ચીનમાં, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં 5 સ્કેલ અથવા 4 સ્કેલ ગ્રેડિંગ સિસ્ટમને અનુસરવામાં આવે છે. પાંચ સ્કેલ ગ્રેડિંગ સિસ્ટમમાં, 0 થી 59 ટકા સ્કોર કરનારા વિદ્યાર્થીઓને F (ફેલ) ગ્રેડ આપવામાં આવે છે. ચાર-સ્તરની ગ્રેડિંગ સિસ્ટમમાં, ગ્રેડ ડી સૂચવે છે કે વિદ્યાર્થી નાપાસ થયો છે. જે વિદ્યાર્થીઓ શૂન્યથી 59 ટકા વચ્ચે માર્કસ મેળવે છે તેમને ડી આપવામાં આવે છે. જો કે, આજે સમયની સાથે સાથે પેપર સ્ટાઈલમાં પણ ઘણો ફેરફાર થયો છે. તો બીજી તરફ એજ્યુકેશન મામલે પણ આજે ભારત વિશ્વના વિકસીત દેશોને ટક્કર આપે છે. આજે સેંકડો લોકો વિદેશથી ભારતમાં અભ્યાસ કરવા આવે છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
Education Loan Information:
Calculate Education Loan EMI