(Source: ECI/ABP News/ABP Majha)
Government Jobs: ધોરણ-10થી સ્નાતક સુધી, યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, DRDO અને CISFમાં જગ્યા બહાર પડી
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશનએ પ્રોજેક્ટ ફિલ્ડ વર્કર સહિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.
Sarkari Naukri: ધોરણ-10, 12 અને સ્નાતક યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) માં ઘણી જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ છે. માત્ર CISFમાં જ કોન્સ્ટેબલ ફાયરમેનની 1149 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) કોન્સ્ટેબલ ફાયરમેનની 1149 ખાલી જગ્યાઓની ભરતી કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ માટે 4 માર્ચ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cisfrectt.in પર જઈને અરજી કરી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને પગાર સ્તર 3 હેઠળ રૂ. 21,700 થી રૂ. 69,100 સુધીનો પગાર મળશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે.
રાષ્ટ્રીય પોષણ સંસ્થા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશનએ પ્રોજેક્ટ ફિલ્ડ વર્કર સહિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રોજેક્ટ ફીલ્ડ એટેન્ડન્ટની પોસ્ટ માટે ઉમેદવારનું 10મું પાસ હોવું ફરજિયાત છે. જ્યારે અન્ય જગ્યાઓ માટે ઉમેદવાર 12મું પાસ હોવું આવશ્યક છે. ભરતી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nin.res.in પર બહાર પાડવામાં આવેલ સૂચનાને જોઈ શકે છે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. લાયક ઉમેદવારોને DRDO ના Dr APJ અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ, સંશોધન કેન્દ્ર ઈમરત (RCI) માં કામ કરવાની તક મળશે. ઉમેદવારો DRDOના સંશોધન કેન્દ્રની અધિકૃત વેબસાઇટ rcilab.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી 2022 છે.
Bank Jobs: આ સરકારી બેંકમાં ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે
Education Loan Information:
Calculate Education Loan EMI