શું નૂસરત જહાંએ કરી લીધાં છે લગ્ન? સોશિયલ મીડિયા પર આ તસવીર કરી પોસ્ટ, જાણો શું છે હકીકત
એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરતા જહાં (Nusrat Jahan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. એક્ટ્રેસ હાલ જ તેમની એક ફોટો શેર કરી છે
એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરતા જહાં (Nusrat Jahan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. એક્ટ્રેસ હાલ જ તેમની એક ફોટો શેર કરી છે. જેમાં તે શંખા પોલા પહેરલને જોવા મળી રહી છે. આ સાથે માથા પર લાલ બિંદી લગાવી છે.
એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરતા જહાં(Nusrat Jahan) તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. હાલ જ તેમને તેમની એક ફોટો શેર કરી છે. આ ફોટોમાં નુસરત મેરિડ વૂમન જેવા લૂકમાં જોવા મળી રહી છે.
આ ફોટોમાં નુસરતે સફેદ અને લાલ રંગની સાડી પહેરી છે. આ સાથે લાલ અને સફેદ રંગની ચૂંડી પણ પહેરી છે. જેને શંખા પોલા કહેવાય છે. આ પ્રકારની ચૂડી માત્ર પરણિત મહિલા જ પહેરે છે. તેમને માથા પર લાલ બિંદી લગાવેલી છે. નુસરતનો આ સિમ્પલ લૂક તેના પેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ ફોટોને શેર કરતા બંગાળીમાં ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, શુભ વિજયની હાર્દિક શુભકામના
View this post on Instagram
નુસરત અને દાસ ગુપ્તાનું રોમેન્ટીક ફોટોશૂટ
થોડા દિવસ પહેલા નુસરતે દાસગુપ્તા સાથે એક રોમેન્ટીક ફોટોશૂટ કર્યું હતું. એક તસવીકમાં તે યશની ગોદમાં બેઠેલ જોવા મળે છે. આ બંને જોડીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. તેમની ફોટો સોશયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.
26 ઓગસ્ટે પુત્ર ઇશાનને આપ્યો હતો જન્મ
નુસરત જહાંએ નિખિલ જૈન સાથે લગ્ન તોડ્યાં બાદ તેમની પ્રેગ્નન્સીને લઇને ખૂબ ચર્ચામાં હતી. તેમણે 26 ઓગસ્ટ 2021એ ઇશાનને જન્મ આપ્યો. એક્ટ્રેસને બાળકને પિતાને લઇને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકનું બર્થ સર્ટીફિકેટ પણ વાયરલ થયું હતું જેમાં પિતાનું નામ યશ દાસગુપ્તા લખ્યું હતું.
આ પણ વાંચો
Gadar 2 Poster: 20 વર્ષ બાદ ફરી એકવાર સની-અમિષાની જોડી 'ગદર 2'માં સાથે દેખાશે, કાલે થશે મોટી જાહેરાત
ED Summons Nora Fatehi: 200 કરોડના ખંડણી કેસમાં આ એક્ટ્રેસ ED ઓફિસ પહોંચી, થશે પૂછપરછ