ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન પણ‘ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર’ નામના કેન્સરની સારવાર લંડનમાં કરાવી રહ્યો છે. ઈરફાને પણ આ બીમારી વિશે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને જાણકારી આપી હતી. આ પહેલા પણ બોલિવૂડ એક્ટ્રેસ મનિષા કોઈલારા કેન્સરની બીમારી સામે લડીને જંગી જીતી ચૂકી છે. જોકે બોલિવૂડ સ્ટાર્સની લાઈફસ્ટાઈલના કારણે તેઓ આવી ગંભીર બિમારીનો શિકાર થઈ રહ્યા છે, તેમ પણ સામે આવ્યું હતું.
2/4
જાણકારી મુજબ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને લાંબા સમયથી શરીરમાં દુખાવાની ફરિયાદ હતી, જેને તે અવગણી રહી હતી. જ્યારે તેની આ બીમારી ખતરનાક સ્ટેજ પર પહોંચી ગઈ તો તેને ટેસ્ટ કરાવ્યા, જેમાં તેને કેન્સર હોવાની વાત સામે આવી. આટલું જ નહીં આ દરમિયાન તેને એમ પણ જાણ થઈ કે તેનું કેન્સર લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયું છે.
3/4
એક ન્યૂઝ વેબસાઈટની રિપોર્ટ મુજબ તેના મેડિકલ રિપોર્ટ્સથી ખુલાસો થયો છે કે સોનાલીની બેદરકારીના કારણે તેને કેન્સર થયું છે. હકીકતમાં ડોક્ટર્સનું કહેવું છે કે સોનાલીની બેદરકારીના કારણે જ તેને આ બીમારીને આટલા આગળના સ્ટેજ સુધી પહોંચ્યા બાદ જાણ થઈ.
4/4
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે થોડા દિવસ પહેલા જ પતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાને ગ્રેડ કેન્સર હોવાનો ખુલાસો કર્યો હતો. તે હાલમાં ન્યૂયોર્કમાં સારવાર લઈ રહી છે. જોકે હવે સોનાલીનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં કેન્સર થવાના કારણો વિશે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે.