શોધખોળ કરો
Advertisement
આકાશ અંબાણી-શ્લોકા મહેતા Royal Wedding: મહેતા પરિવારની કંકોત્રી આવી સામે, વીડિયોમાં જુઓ કેવી છે કંકોત્રી
મુંબઈ: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશના લગ્ન ડાયમંડ કારોબારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થવાના છે. લગ્નના આડે બસ 3 દિવસ બાકી છે ત્યારે મહેતા પરિવાર તરફથી લગ્ન કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લગ્નના લગભગ એક મહિના પહેલા અંબાણી પરિવારે સિદ્ધિવિનાયક મંદિરમાં આકાશ-શ્લોકાના લગ્નનું આમંત્રણ આપ્યું હતું.
અંબાણી પરિવારની મ્યૂઝિકલ કંકોત્રી તો તમે જોઈ જ હશે. રાધા-ક્રિષ્નાની થીમ પર તૈયાર કરાયેલી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની કંકોત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ કંકોત્રીના ખૂબ વખાણ પણ કર્યાં હતાં.
જોકે હવે રસેલ મહેતાએ પુત્રીના લગ્ન માટે તૈયાર કરાવેલી કંકોત્રીનો વીડિયો સામે આવ્યો છે. સિમ્પલ અને યૂનિક ડિઝાઈન પર તૈયાર થયેલી મહેતા પરિવારની કંકોત્રી પણ આકર્ષક છે.
લગ્ન પહેલા ફેબ્રુઆરીના અંતમાં જ મહેતા અને અંબાણી પરિવારે સ્વિત્ઝરલેન્ડમાં પ્રી-વેડિંગ પાર્ટી આપી હતી. પ્રી-વેડિંગ પાર્ટીમાં બોલિવુડના કલાકારો સહિતની હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યાર બાદ મુંબઈ આવ્યા બાદ તાજેતરમાં જ હેરી પોટર થીમ પર પાર્ટી રાખવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement