મિત્રતાની મિસાલઃ ટ્રાફિક પોલીસ આગળ બાઈક પડતું કરી યુવકે પોતાના મિત્રોને બચાવી લીધા, જુઓ વીડિયો
ભારતમાં ટ્રાફિકના નિયમો તોડવા સામાન્ય બાબત બની ગઈ છે. ટ્રાફિક પોલીસને જોઈને વાહન ચાલકોના વાહનના ટાયર બીજી દિશા તરફ વળતા જોવા મળે છે.
Viral Video: ભારતમાં ટ્રાફિકના નિયમો તોડવા સામાન્ય બાબત બની ગઈ છે. ટ્રાફિક પોલીસને જોઈને વાહન ચાલકોના વાહનના ટાયર બીજી દિશા તરફ વળતા જોવા મળે છે. ટ્રાફિક પોલીસથી બચવા માટે લોકો અવનવા પેંતરા પણ અજમાવતા હોય છે અને આવા કિમીયાના વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતા હોય છે. ત્યારે હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રાફિક પોલીસથી બચવા માટે યુવકે ગજબ સ્ટંટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક બાઈકર્સ યુવકોની ગેંગ રોડ ઉપર ઉભી હતી. આ દરમિયાન અચાનક ટ્રાફિક પોલીસની બાઈક આવે છે અને પછી હડકંપ મચી જાય છે.
ટ્રાફિક પોલીસને જોઈને બધા બાઈકર્સ સન્ન થઈ જાય છે ત્યારે સૌથી આગળ ઉભેલા બંને યુવક યુટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન એક યુવક ભાગવામાં સફળ થાય છે. જ્યારે બીજા યુવકની બાઈક સ્લિપ થઈ જાય છે અને ટ્રાફિક પોલીસની બાઈકના રસ્તામાં વચ્ચે લાવીને પડી જાય છે. આ યુવક પોલીસના હાથે ઝડપાઈ છે જ્યારે આ દરમિયાન બાઈકર્સ ગેંગના અન્ય યુવકો ત્યાંથી ભાગી જાય છે. ટ્રાફિક પોલીસના હાથે બધા મિત્રો પકડાય તેના બદલે ફક્ત એક જ યુવક ઝડપાય છે.
View this post on Instagram
આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો લખી રહ્યા છે કે, ભાઈએ (બાઈક ચાલક) કુરબાની આપી છે. યુવકની આ 'કુરબાની'ની પ્રસંશા કરતા ફની ઈમોજી પણ લોકો વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે.