Year Ender 2022 : રણબીર-આલિયાથી લઈ આ સેલેબ્સે 2022માં કર્યા ભવ્ય લગ્ન અને સગાઈ
અભિનેત્રી મૌની રોય અને તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારના લગ્ન થયા હતા. આ કપલ 2019થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. સગાઈ સેરેમની બાદ બંનેએ ગોવાના હિલ્ટન ગોવા રિસોર્ટમાં બિગ ફેટ વેડિંગ કર્યા હતા.
Bollywood Celebs Engagement and Marriage in 2022: વર્ષ 2022 બોલિવૂડ સેલેબ્સની સગાઈ અને લગ્નના નામે રહ્યું હતું. આ વર્ષે ઘણા સેલિબ્રિટી કપલ્સે સાત ફેરા લીધા હતાં. આલિયા-રણબીરથી લઈને હવે હંસિકા મોટવાણી-સોહેલ કથુરિયાએ 2022માં સગાઈ કરી લીધી અને લગ્ન પણ કર્યા. ચાલો આ અહેવાલમાં જાણીએ કે 2022 માં અન્ય કઈ હસ્તીઓએ સગાઈ કરી કે લગ્ન કર્યા.
મૌની રોય અને સૂરજ નામ્બિયાર
27 જાન્યુઆરીએ અભિનેત્રી મૌની રોય અને દુબઈમાં રહેતા તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારના લગ્ન થયા હતા. આ કપલ 2019થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું. સગાઈ સેરેમની બાદ બંનેએ ગોવાના હિલ્ટન ગોવા રિસોર્ટમાં બિગ ફેટ વેડિંગ કર્યા હતા.
કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા
અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક કરિશ્મા તન્નાએ મુંબઈના સફળ રિયલ એસ્ટેટ રોકાણકાર વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતાં. પોતાના સંબંધોને ગુપ્ત રાખનાર આ કપલે ગયા વર્ષે નવેમ્બરમાં સગાઈ કરી હતી અને આ વર્ષે 5 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા.
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 2018માં ડેટિંગ શરૂ કરી હતી. ચાર વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ પોતાના લગ્નની જાહેરાત કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. 19 ફેબ્રુઆરીના રોજ, દંપતીએ તેમના નજીકના લોકોની સામે સગાઈ કર્યા પછી ખંડાલામાં ફરહાનના ફાર્મહાઉસમાં એક નાના સમારંભમાં લગ્ન કર્યા.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન 14 એપ્રિલ 2022ના રોજ થયા હતા. રણબીર-આલિયાના લગ્ન બોલિવૂડના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા લગ્નોમાંથી એક હતા. આ કપલ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યું હતું. મહિનાઓની અટકળો અને મીડિયા કવરેજ બાદ બ્રહ્માસ્ત્ર સ્ટાર્સે એક ખાનગી સમારંભમાં સગાઈ કરી અને લગ્ન કર્યા હતાં. આ દંપતીએ આ વર્ષે 6ઠ્ઠી નવેમ્બરે એક સુંદર પુત્રી રાહાને આવકારી છે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલે આ વર્ષે ત્રણ અલગ-અલગ રાજ્યો-મુંબઈ, લખનૌ અને દિલ્હીમાં વેડિંગ ફંક્શન અને રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જોકે બંનેએ 2.5 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. તેમના પ્રવક્તાએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે આ દંપતીના લગ્નને અઢી વર્ષ થયા છે, તેમ છતાં તેઓએ 2022 માં તેમના લગ્નની ઉજવણી કરી હતી.
આમિરના પુત્ર આયરા ખાનની નુપુર શિખર સાથે સગાઈ
આમિર ખાનની પ્રિય પુત્રી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે 18 નવેમ્બરના રોજ સગાઈ કરી હતી. આમિર ખાનનો આખો પરિવાર તેની સગાઈની પાર્ટીમાં સાથે જોવા મળ્યો હતો. દીકરીના સગાઈના ફંક્શનમાં આમિરે તેના આઇકોનિક ગીત પાપા કહેતા હૈ પર જોરદાર ડાન્સ કર્યો હતો. ટૂંક સમયમાં આયરા અને નુપુર લગ્નના બંધનમાં બંધાશે.
હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા
4 ડિસેમ્બરે હંસિકા મોટવાણીએ બોયફ્રેન્ડ-બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે જયપુરના મુંડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં ભવ્ય લગ્ન કર્યા હતા. આ કપલની સગાઈ, મહેંદી, સંગીતથી લઈને લગ્ન સુધીના ઘણા ફંક્શન થયા હતાં. બંનેના લગ્નની રોયલ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.