હવે સોનિયા ગાંધીના રોલ સાથે સુજૈન બર્નર્ટનો બિગ બ્રેક માનવામાં આવી રહ્યો છે. મુંબઈમાં રહેતી સુજૈન બર્નર્ટ ઈટાલીયન ભાષા જાણે છે, અને આ કારણથી તે સોનિયાના રોલને વધારે સારો ન્યાય આપી શકે છે. આમ તો તે વિદેશી છે, તેનો મતલબ એ નથી કે, તે હિંદી નથી બોલી શકતી. તે મરાઠી, હિંદી કડકડાત બોલી શકે છે, અને તે લાવણીમાં પણ પરફેક્ટ છે.
2/5
સુજૈન બર્નર્ટે વર્ષ 2009માં ભારતીય અભિનેતા અખિલ મિશ્રા સાથે લગ્ન કરી લીધા. અખિલ મિશ્રા '3 ઈડિયટ્સ' ફિલ્મમાં લાયબ્રેરિયનનો રોલ નિભાવતા જોવા મળ્યા હતા. અખિલ સાથે સુજૈન બર્નર્ટની મુલાકાત દૂરદર્શનની એક ધારાવાહિક દરમ્યાન થઈ હતી.
3/5
સુજૈન બર્નર્ટને લોકો કલર્સની સીરિયલ અસોક સમ્રાટમાં નિભાવેલી હેલેનાની ભૂમિકા માટે યાદ કરે છે. આ ફિલ્મમાં તે સમ્રાટ અશોકની સાવકી માના રોલમાં હતી અને નેગેટિવ શેડવાળા આ રોલને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. પરંતુ તેની પાસે માત્ર આ રોલ ન હતો, અન્ય એક રસપ્રદ તથ્ય પણ છે, કે આ પહેલા પણ તે સોનિયા ગાંધીનો રોલ નિભાવી ચુકી છે.
4/5
સુજૈન બર્નર્ટ આ ફિલ્મ પહેલા એક ટીવી ધારાવાહીક '7 RCR'માં સોનિયા ગાંધીનો રોલ નિભાવી ચુકી છે. વર્ષ 2005માં જર્મનીથી મુંબઈ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે આવેલી હેલેનાએ થિયેટર અને ટીવીમાં ઘણું કામ કર્યું છે, અને તે એક થિયેટર ગ્રુપ પણ ચલાવે છે. ભારત આવીને તેણે એક ભારતીય એક્ટર સાથે લગ્ન કરી લીધા.
5/5
નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બની રહેલ ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં સોનિયા ગાંધીની ભૂમિકા જર્મનીની સુજૈન બર્નર્ટ નિભાવી રહી છે. આ ફિલ્મ સંજય બારુના પુસ્તક ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ પર આધારિત છે.