શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે સલમાનને કર્યું પ્રપોઝ, પૂછી લીધું- 'લગ્ન ક્યારે કરવા છે?'
કેટરીના કૈફે જાહેરમાં જ સલમાન સામે લગ્નની પ્રપોઝલ મુકી દીધી છે ત્યારે હવે સલમાન ખાન તેનો શું જવાબ આપે છે તે તો આપને ઇદનાં દિવસે જ ખબર પડશે.
નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મોની સાથે સાથે એ વાતની પણ ચર્ચા થતી રહે છે કે તે લગ્ન ક્યારે કરશે. જોકે બધા લોકો તેને આ સવાલ પૂછે છે. પરંતુ હવે સલમાનને તેનો જવાબ આપવાની જરૂર નથી કારણ કે સલમાને લગ્ન કરવા માટે સામેથી પ્રપોઝલ આવી ગઈ છે.
કેટરીના કૈફે જાહેરમાં જ સલમાન સામે લગ્નની પ્રપોઝલ મુકી દીધી છે ત્યારે હવે સલમાન ખાન તેનો શું જવાબ આપે છે તે તો આપને ઇદનાં દિવસે જ ખબર પડશે.
આપને થશે કે આવું કેવી રીતે.. તો આપને જણાવી દઇએ કે કેટરિના કૈફે ફિલ્મ 'ભારત'માં સલમાન ખાનને પ્રપોઝ કર્યું છે. આ પ્રપોઝલની વીડિયો ક્લિપ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે તેનાં ટ્વિટર પેજ પર શેર કરી છે. આ ક્લિપમાં કેટરિના કૈફ સલમાનને લગ્ન માટે પ્રપોઝ કરે છે. બસ સલમાન ભાઇનાં ફેન્સને બીજું શું જોઇએ.. વીડિયો ઇન્ટરનેટ પર એ રીતે વાયરલ થયો છે કે ભાઇજાનના લગ્નની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ વીડિયોમાં સલમાન ખાનને પ્રપોઝ કરતાં કેટરિના કહે છે કે, 'લગ્નની ઊંમર થઇ ગઇ છે મારી, તુ મને સારો પણ લાગે છે, બોલ લગ્ન ક્યારે કરવા છે? બસ કેટરિનાની વાત સાંભળીને સલમાન ઉધરસ ખાવા લાગે છે.' આ ફિલ્મનો ડાયલોગ પ્રોમો છે. જે હાલમાં ચારેય તરફ છવાઇ ગયો છે.The proposal ....@Bharat_TheFilm pic.twitter.com/1BCvPSirUe
— ali abbas zafar (@aliabbaszafar) May 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement