શોધખોળ કરો

Mirzapur-3 : 'મિર્ઝાપુર-3'માં માધુરી મચાવશે કત્લેઆમ! 'મુન્ના ભૈયા'ની હત્યાનો બદલો લેશે 'ભાભી'

'મિર્ઝાપુર 3'ની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર એ છે કે, આ ક્રાઈમ વેબસીરીઝનું શૂટિંગ નવેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. હવે આ વેબસીરીઝને દર્શકો માટે રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

The Latest Update Of Mirzapur 3: દર્શકો 'મિર્ઝાપુર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોની સાથે ઈશા તલવાર પણ આ સીઝનની રાહ જોઈ રહી છે. મિર્ઝાપુર 3માં આ વખતે દર્શકોને નવા ટ્વિસ્ટ મળવા જઈ રહ્યાં છે. સીઝન 3માં 'માધુરી યાદવ' તેના પતિ 'મુન્ના ભૈયા'ના મોતનો બદલો લેવા માટે 'ગુડ્ડુ પંડિત' અને 'ગોલુ ગુપ્તા' સામે ટક્કર લેતી જોવા મળશે.

શૂટિંગ થયું પૂરું 

'મિર્ઝાપુર 3'ની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર એ છે કે, આ ક્રાઈમ વેબસીરીઝનું શૂટિંગ નવેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. હવે આ વેબસીરીઝને દર્શકો માટે રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઈશા તલવારે કર્યો ખુલાસો

'મિર્ઝાપુર 3'માં 'માધુરી યાદવ'નું પાત્ર ભજવતી ઈશા તલવારે કહ્યું હતું કે, 'માધુરી યાદવે, જેમ કે આપણે પહેલાથી જ સીઝન 2માં જોયું હતું, લગભગ અંતમાં 'કાલીન ભૈયા' પાસેથી સત્તા છીનવી લીધી હતી. જેની અદ્ભુત ભૂમિકા પંજક ત્રિપાઠીએ ભજવી હતી. જ્યારે તમે શોમાં આટલું મહત્વપૂર્ણ પાત્ર ભજવો છો, ત્યારે એક દમદાર ડ્રામા જોવા માટે તૈયાર રહો. હાલ હું શો વિશે વધુ કંઈપણ જાહેર કરી શકુ તેમ નથી. જ્યારે શો રિલીઝ થવાની નજીક હશે ત્યારે તમને વધુ માહિતી આપવામાં આવશે. અત્યારે, દર્શકો હજુ પણ 'મુન્ના'ના મૃત્યુ વિશે મૂંઝવણમાં છે - હું વ્યક્તિગત અનુભવથી જાણું છું.

'મુન્ના'ના મોતનો બદલો લેશે

ઈશા તલવાર એટલે કે 'માધુરી યાદવ' સિઝનમાં તેના પતિ 'મુન્નાની' વિધવા તરીકે જોવા મળશે. આ સાથે તેણી તેના પતિના મૃત્યુનો બદલો લેવા માટે 'ગુડ્ડુ પંડિત' (અલી ફઝલ) અને 'ગોલુ ગુપ્તા' (શ્વેતા ત્રિપાઠી શર્મા) સામે ટક્કર લેતી જોવા મળશે.

ઈશા તલવારનું વર્ક ફ્રન્ટ

ઈશા તલવારે હાલમાં જ હોમી અદાજાનિયા દિગ્દર્શિત 'સાસ બહુ ઔર ફ્લેમિંગો'માં પોતાની અભિનયની ક્ષમતા બતાવી છે. આ સિરીઝમાં તેનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું છે. હવે તેના તમામ ફેન્સ 'મિર્ઝાપુર 3'ની રાહ જોઈ રહ્યા છે.

મિર્ઝાપુર-3 બહુ જલદી આવશે પણ દર્શકો કેમ છે નારાજ ? મોદી સરકારના ક્યા નિર્ણયના કારણે મજા નહીં આવે એવો છે ડર ?

 વેબ સીરીઝ મિર્ઝાપુર અને મિર્ઝાપુર-2ને દર્શકોને ખૂબ પ્રેમ મળ્યો. જેમ મિર્ઝાપુર બાદ દર્શકોની વચ્ચે બીજી સીઝનની આતુરતા હતી તેવી જ આતુરતા બીજી સીઝન બાદ હવે ત્રીજી સીઝન માટે જોવા મળી રહી છે. ત્યારે હવે મેકર્સે વેબ સીરીઝની ત્રીજી સીઝનની જાહેરાત કરી દીધી છે. નિર્માતાઓએ મિર્ઝાપુર 3ની જાહેરાત ચોક્કસ હવે કરી છે પરંતુ તેના પર કામ કોરોના વાયરસને કારણે લાગેલ લોકડાઉ પહેલા જ શરૂ થઈ ગયું તું. મિર્ઝાપુર 3ની જાહેરાતથી ઘણાં લોકો ખુશ છે તો કેટલાક લોકોના ચહેરા પર નિરાશા પણ છે. જો તમે વિચારી રહ્યા છે કો મિર્ઝાપુર સીઝન 3ની જાહેરાતથી કેટલાક લોકો દુખી છે તો તેનું કારણ છે મુન્ના ભૈયા. કારણ કે લોકોનું માનવું છે કે, હવે આ સીઝનમાં મુન્ના ભૈયા જોવા નહીં મળે. અને બીજું એક કારણ દુખી થવાનું એ પણ છે કે, સરકારે હવે ઓટીટી પ્લેટફોર્મ પર સેન્સરશીપ લાગુ કરી દીધી છે. એટલે મિર્ઝાપુર 3માં પહેલા જેવી મજા નહીં આવે. લોકો આ બે કારણે લઈને સતત ટ્વિટર પર કોમેન્ટ અને ફરિયાદ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget