શોધખોળ કરો
વેલેન્ટાઈનના દિવસે ટાઇગર શ્રોફને પડતો મુકીને આમની સાથે જોવા મળી દિશા પટની, એક્ટ્રેસે તસવીર શેર કરી આપી જાણકારી
હાલમાં જ દિશા પટનીની ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને તેને બધી બાજુથી સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યા છે.
![વેલેન્ટાઈનના દિવસે ટાઇગર શ્રોફને પડતો મુકીને આમની સાથે જોવા મળી દિશા પટની, એક્ટ્રેસે તસવીર શેર કરી આપી જાણકારી valentine day 2020 tiger shroff girlfriend disha patani celebrate valentine day with aditya roy kapoor anil kapoor kunal khemu વેલેન્ટાઈનના દિવસે ટાઇગર શ્રોફને પડતો મુકીને આમની સાથે જોવા મળી દિશા પટની, એક્ટ્રેસે તસવીર શેર કરી આપી જાણકારી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/15131119/disha-tiger.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વેલેન્ટાઈન્સ ડેને લઈને લોકો પોતાના પાર્ટનરને સ્પેશ્યલ ફિલ કરાવવા માટે તેને ગિપ્ટ આપે છે, તેને સરપ્રાઈઝ આપે છે અને તેની સાથે સમય વિતાવે છે. કહેવાય છે કે, વેલેન્ટાઈન ડે કપલ માટે ખાસ હોય છે. બોલિવૂડમાં પણ આ દિવસનો ક્રેઝ જોવા મળે છે. બોલિવૂડ કપલ આ દિવસે ખાસ પ્લાન કરી પોતાના પાર્ટનર સાથે ખાસ સમય વિતાવે છે. ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ અને ટાઇગર શ્રઓફની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટનીએ વેલેન્ટાઈન્સ ડે વિશે કર્યું છે. એટલું જ નહીં દિશાએ એક તસવીર શેર કરી કહ્યું કે, તે પોતાનો વેલેન્ટાઈન્સ ડે કોની સાથે મનાવી રહી છે.
દિશા પટનીએ વેલેન્ટાઈન્સ ડે પર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરતાં કહ્યું કે, તે ફિલ્મ મલંગની પોતાની ટીમની સાથે છે અને તેની સાથે જ આ ખાસ દિવસ સેલિબ્રેટ કરી રહી છે. દિશા દ્વારા શેર કરવામાં આવેલ આ તવવીરમાં તમે જોઈ શકો છો કો તેની સાથે મલંગના કો સ્ટાર આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કુનાલ ખેમૂ અને અમૃતા ખાન વિલકર જોવા મળી રહ્યા છે. ફોટોના કેપ્શનમાં દિશાએ લખ્યું, ‘વેલેન્ટાઈન ડે- મારા સૌથી ખાસ લોકોની સાથે.’
જોકે આ દિવસે ટાઇગર શ્રોફ સાથે ન જોવા મળતા ફેન્સ તેની આ તસવીર પર ટાઈગર શ્રોફને લઈને સવાલો કરી રહ્યા છે. કેટલાક ફેન્સે કોમેન્ટ બોક્સમાં પૂંછ્યુ- ટાઇગર ક્યાં છે? ત્યાં જ કેટલાક અન્ય ફેન્સે દિશાને યાદ અપાવ્યુ કે આજે બ્લેક ડે છે અને તેમને આ વાતનું ધ્યાન રાખવું જોઇએ. કેટલાક અન્ય પ્રશંસકોએ દિશાને વેલેન્ટાઇન ડેની વિશ કરી છે. જોકે દિશાની આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. માત્ર એક કલાકની અંદર તસવીરને અઢી લાખથી વધારે લાઈક મળ્યા હતા. હાલમાં જ દિશા પટનીની ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને તેને બધી બાજુથી સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યા છે અને ફિલ્મ સારી એવી કમાણી પર કરી રહી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)