શોધખોળ કરો
Facebook, WhatsApp અને Instagram જેવી એપને બ્લોક કરવાની રીત શોધી રહી છે સરકાર, આ છે કારણ
1/5

સરકાર હાલમાં ફેસબૂકના માલિકીના હકવાળા વોટ્સએપને ફેક ન્યૂઝ પર અંકુશ માટે લેટર લખ્યો હતો. આ પછી ફેસબૂકે ફોરવર્ડની સંખ્યા નિશ્ચિત કરવા અને ન્યૂઝપેપર એડ દ્વારા જાગૃતિ વધારવાની કોશિશ કરી છે. જોકે, આઈટી મિનિસ્ટ્રીનું માનવું છે કે આટલા પગલા યોગ્ય નથી. એક અધિકારીએ જણાવ્યું કે વોટ્સએપે આ પ્રકારની પોસ્ટ ક્યાંથી શરુ થઈ તે અંગેની વાત જણાવી નથી. સાથે જ તેણે યુઝર્સ માટે એન્ડ-ટુ-એન્ડ ઈનક્રિપ્શનના કમિટમેન્ટને યથાવત રાખ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, “એવામાં સરકાર પાસે શું રસ્તો બચ્યો છે. શું અમે ઈન્ટરનેટ બંધ કરી દઈએ/આ તો આ મામલાનું નિરાકરણ નથી. માટે દૂરસંચાર વિભાગ તેને બ્લોક કરવા પર વિચાર કરી રહ્યું છે.”
2/5

આઈટી કાયદાની કલમ 69એ કોઈ કોમ્પ્યોટર સોર્સથી કોઈ સૂચનાને લોકો સુધી પહોંચાડતા રોકવા માટે નિર્દેશ આપવાના અધિકારો સંબંધિત છે. આ કાયદો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફતી અધિકૃત કોઈ અધિકારી દેશની સંપ્રભુતા, રક્ષા, સુરક્ષા, અન્ય દેશ સાથે મિત્રતાના સંબંધ અથવા શાંતિ વ્યવસ્થા ભંગ થવાની સ્થિતિમાં ઇન્ટનરેટ પર સૂચના પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર આપે છે.
Published at : 07 Aug 2018 11:46 AM (IST)
View More





















