શોધખોળ કરો
હવે અહીં Whatsapp અને Facebookનો ઉપયોગ કરવા દરરોજ ચૂકવવા પડશે 3.36 રૂપિયા

1/5

દેશના રાષ્ટ્રપતિએ માર્ચમાં આ કાયદાના અમલીકરણ માટે માર્ચમાં વાત શરૂ કરી હતી. તેમણે નાણાં મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. કહ્યુ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરને સારો ટેક્સ એકઠો કરી શકાય છે, જે દેશના દેવાને ઘટાડવામાં મદદ કરશે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે ટેક્સ ઇન્ટરનેટ ડેટા પર ટેક્સ લાગુ ન કરવો જોઇએ કારણ કે તેનો ઉપયોગ શિક્ષણ માટે થાય છે.
2/5

યુગાન્ડા સરકાર હાલમાં તમામ મોબાઇલ ફોન સિમ રજીસ્ટર કરવા માટે સંઘર્ષ કરી રહી છે. દેશમાં 23.6 મિલિયન મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર સબ્સ્ક્રાઇબર્સમાંથી 17 મિલિયન જ ઇન્ટનેટનો ઉપયોગ કરે છે.
3/5

યુગાન્ડાના નાણાંમંત્રીએ કહ્યુ કે આ ટેક્સ એટલે વધારવામાં આવ્યો છે કે દેશમાં દેવું ઘટાડી શકાય. આમ તો, નિષ્ણાતો અને ઓછામાં ઓછા એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરએ સોશિયલ મીડિયા પર રોજિંદા ટેક્સને લઇને સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે તે કેવી રીતે અમલમાં આવશે?
4/5

જોકે આ કાયદાના ના અમલીકરણ વિશે હજુ પણ શંકા છે. નવી એક્સાઇઝ ડ્યુટી બિલમાં ઘણા ટેક્સ છે. જેમાં કુલ મોબાઇલ મની ટ્રાન્ઝેક્શનનો એક ટકા ટેક્સ લાગશે. એવું કહેવાય છે કે આવી રીતે ટેક્સ લેવાથી ગરીબ યુગાંડાના લોકો પર ખરાબ અસર પડશે.
5/5

લંડનઃ યૂગાન્ડાએ ગપશપ (ગોસિપ) પર નિયંત્રણ લગાવવા અને આવક વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, વ્હોટ્સએપ,વાઈબર પર ટેક્સ લગાવવાનો વિવાદાસ્પદ નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ જાણકારી મળી છે. બીબીસીના અહેવાલ અનુસાર નવા કાયદા અનુસાર આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર દરરોજ 200 શિલિંગ (0.05 ડોલર-અંદાજે 3.36 રૂપિયા)ના દરે દંડ લાગશે. આ દર એક જુલાઈથી લાગુ થઈ જશે.
Published at : 02 Jun 2018 11:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
મનોરંજન
દુનિયા
Advertisement
