યુવતીના પિતા રજાક મોદીએ પીએસઆઇ પરમાર અને આર.કે. સાનીયા સહિતના પોલીસકર્મીઓ સામે માર મારતાં આશિયાનાએ પોલીસ સ્ટેશનના મેદાનમાં ઝેરી દવા પીધી હોવાની રજૂઆત કરી હતી. આ અંગે પોલીસે જાણવાજોગ નોંધ કરી હતી. જેની તપાસ સીપીઆઇ ડી.પી. સોલંકી ચલાવી રહ્યા છે.
2/7
3/7
જૂનાગઢ: વિસાવદર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં હોબાળો મચી ગયો છે. પિતાને પોલીસે ઢોર માર મારતાં 19 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
4/7
આ અંગેની વિગતો એવી છે કે, વિસાવદરના બસ સ્ટેન્ડ ચોકમાં ગઇકાલે પી.એસ.આઇ. પરમારે રજાક આદમ મોદીનું છોટા હાથી ડિટેઇન કર્યું હતું અને રજાકભાઇને પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં. અહીં રજાક મોદીને પોલીસે ઢોર માર માર્યો હતો. જેની જાણ થતાં દીકરી આશિયાના (ઉ.વ.૧૯) દોડી આવી હતી. તે પિતાને છોડાવવા વચ્ચે પડતા પોલીસે તેને પણ માર માર્યો હતો.
5/7
વિસાવદરમાં તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તંત્ર દ્વારા રજાકભાઇ મોદીને સમજાવી મામલો થાળે પાડવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જોકે, હજુ સુધી તેમને મનાવી શકાયા નથી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
6/7
આથી આશિયાનાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીએ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિકા વિસાવદરમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું. મૃતક યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં પોલીસ દમનને કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
7/7
આત્મહત્યા કરી લેનાર આશિયાનાનો મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ઇન્કાર કરી દીધો છે. આથી લાશને સિવિલના કોલ્ડ રૂમમાં રાખી દેવાઇ છે. દીકરીના પરિવારે જવાબદાર પોલીસ સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી.