શોધખોળ કરો
અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકની ચારે બાજુ લાશોનો થયો ઢગલો, લોકો પોતોના પરિવારજનોના શોધતા હતા શરીરના અંગો
1/6

આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક તરફ રાવણનું બાળવા તેમાં રાખેલા ફટાકડાથી અને આભને અડતી તેની જ્વાળાથી બચવા લોકો પાછળ પાછળ હટી રહ્યા હતાં, તેવામાં ટ્રેક પરથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનની ઝપટમાં સેકન્ડ્સની ગણતરીમાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતાં.
2/6

ઘટના અંગે ઉત્તર રેલવેના સીપીઆરઓનું કહેવું છે કે ‘ટ્રેકની બાજુમાં રાવણનું 70-80 ફૂટનું પૂતળું બનાવાયું હતું. જેનું દહન કરવામાં આવતા સળગતું પૂતળું પડવા લાગ્યું જેનાથી બચવા લોકો ટ્રેક પર આવી ગયા અને તે જ સમય પસાર થતી ફાસ્ટ ટ્રેનની ઝપટમાં આવવાથી આ દુર્ઘટના ઘટી છે.’ રેલવેએ આ સાથે હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યા છે. તો રાજ્ય સરકારે મૃતકો માટે 5-5 લાખ રુપિયાનું વળતર જાહેર કર્યું છે.
Published at : 20 Oct 2018 10:39 AM (IST)
Tags :
Amritsar Train AccidentView More





















