શોધખોળ કરો
J&K: અડધી રાત્રે જમ્મુ બસ સ્ટેન્ડ પર આતંકીઓનો ગ્રેનેડ હુમલો, 3 પોલીસકર્મી સહિત 5 ઘાયલ

1/6

2/6

નોંધનીય છે કે, બે અઠવાડિયા પહેલા જ આતંકવાદીઓએ બડગામ પોલીસ પૉસ્ટ પર પણ આતંકી હુમલો કર્યો હતો, આ હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
3/6

જમ્મુ-કાશ્મીરઃ રમજાનના પાક મહિનામાં પણ આતંકવાદીઓ પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યાં, ગુરુવારે મોડી સાંજે આતંકીઓએ જમ્મુના બસ સ્ટેન્ડની પાસે ગ્રેનેડથી હુમલો કર્યો છે. આતંકીઓ તરફથી પોલીસ પાર્ટીને નિશાન બનાવવામાં આવી હતી, આ હુમલામાં 5 લોકો ઘાયલ થયાના સમાચાર છે.
4/6

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓ તરફથી સતત પોલીસ અને સેનાના જવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાંજ કેટલાક પોલીસવાળાઓ અને જવાનો પર હુમલો કરીને તેમના હથિયારો પણ ઝૂંટવી લીધા હતા.
5/6

પોલીસ અનુસાર, આ હુમલામાં એસએચઓ જનરલ બસ સ્ટેન્ડ રાજેશ જસરોતિયા અને તેના બે બૉડીગાર્ડ ઘાયલ થયા છે. પોલીસ અનુસાર, આતંકવાદીઓના નિશાના પર આ ત્રણે ઓફિસરો હતા, ત્રણેયને મામુલી ઇજા પહોંચી છે, તેમને જમ્મુની મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
6/6

પોલીસનું કહેવું છે કે, કેટલાક સંદિગ્ધ લોકોએ ફ્લાયઓવર પરથી પોલીસ પાર્ટી પર હુમલો કર્યો, જેમાં ત્રણ પોલીસ વાળા ઘાયલ થયા છે. બસ સ્ટેન્ડની પાસે કેટલીક બસોને પણ નુકશાન થયું છે.
Published at : 25 May 2018 08:34 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
