ભાજપ શુક્રવારે સવારે 10.30 કલાકે પોતાના 112 ધારાસભ્યોની યાદી ન સોંપે તો આ સ્થિતિમાં યેદિયુરપ્પા સામે મુશ્કેલી ઉભી થઈ શકે છે. ભાજપ બહુમતી માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા પૂરી કરવા માટે જો બે અપક્ષ અને એક બસપાના ધારાસભ્યનું સમર્થન મેળવી પણ લે તો સંખ્યા 107 થાય છે. ત્યાર બાદ પણ બહુમત માટે 5 ધારાસભ્યોની જરૂર પડશે, જેનું સમર્થન મેળવવું એટલું સરળ નથી.
2/6
જોકે કોર્ટે યેદિયુરપ્પા પાસે રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલ આમંત્રણ પત્રની માગ કરી છે. આ મામલે હવે શુક્રવારે 10.30 કલાકે ફરી સુનાવણી થશે. એવામાં યેદિયુરપ્પાએ પોતાના 112 ધારાસભ્યોની યાદી સોંપવાની છે. જ્યારે તેની પાસે 104 ધારાસભ્ય જ છે. એવામાં 8 ધારાસભ્ય સમર્થન મેળવવો એક મોટો પડકાર છે.
3/6
રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યા બાદ યેદુયિરપ્પાના શપથ ગ્રહણ રોકવા માટે કોંગ્રેસે બુધવારે રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટમાં સાડા ત્રણ કલાક સુધી દલીલો ચાલી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટક ભાજપને થોડા સમય માટે પણ એક મોટી રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથ રોકવાની ના પાડી દીધી હતી.
4/6
ભાજપે એક બાજુ સૌથી મોટો પક્ષ હોવાને કારણે સરકાર બનાવવાનો દાવો કર્યો છે તો જેડીએસ અને કોંગ્રેસે જોડાણ કરીને પૂરતા ધારાસભ્યો હોવાનું કહીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જોકે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બુધવારે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું અને યેદિયુરપ્પાને 15 દિવસમાં બહુમતી સાબિત કરવા કર્યું છે.
5/6
જણાવીએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીની 222 સીટ માટે આવેલ પરિણામમાંથી ભાજપને 104 સીટ મળી છે જે બહુમતી કરતાં 8 સીટ ઓછી છે. કોંગ્રેસને 78 અને જેડીએસને 37, બસપાને 1 અને અન્યને 2 સીટ મળી છે. એવામાં ભાજપ ભલે સૌથી મોટો પક્ષ હોય પરંતુ તે બહુમતીથી દૂર છે. જ્યારે કોંગ્રેસ અને જેડીએસે પરિણામ આવ્યા બાદ હાથ મીલાવ્યા છે.
6/6
નવી દિલ્હીઃ કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. આ પહેલા યેદિયુરપ્પાને શપથ લેવા રોકવા માટે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. કોર્ટમાં અડધી રાત બાદ અંદાજે સાડા ત્રણ કલાક સુધી ચાલેલ દલિલ બાદ યેદિયુરપ્પાને કોર્ટે રાહત આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે 24 કલાકની અંદર ભાજપને તેને સમર્થન આપનાર ધારાસભ્યોની યાદી આપવા જણાવ્યું છે. ભાજપ માટે 112 ઘારાસભ્યોની યાદી સોંપવી સરળ નથી. એવામાં યેદિયુરપ્પા માટે બહુમતી સાબિત કરવી એક મોટો પડકાર છે.