56 ઉમેદવારોમાંથી 22 ઉમેદવાર આંધ્ર પ્રદેશ, 11 પશ્ચિમ બંગાળ, 8 તેલંગાણા, 6 ઓડિશા, 5 અમસ, 3 ઉત્તર પ્રદેશ અને એક લક્ષદ્વીપથી છે.
3/4
તેમાં અધીર રંજન ચૌધરી બહરામપુરથી કોંગ્રેસની ટિકિટ પર લડશે. ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીને જંગીપુરથી ટિકિટ મળી છે જ્યારે તેલંગાણાના નિજામાબાદથી મધુ વાઈ. ગૌડ અને નલગોન્ડાથી એન. ઉત્તમ કુમાર રેડ્ડીને ટિકિટ આપવામાં આવી છે.
4/4
નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જારી કરી છે. આ યાદીમાં 56 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી કોંગ્રેસે 137 ઉમેદવારોની યાદી જારી કરી છે. સોમવારે મોડી રાત્રે જારી કરવામાં આવેલ યાદીમાં પશ્ચિમ બંગાળ અનો આંધ્ર પ્રદેશના ઉમેદવારોના નામ સામેલ છે. પશ્ચિમ બંગાળના 11 ઉમેદવારનો નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ ઉપરાંત તેલંગાણાના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.