ત્યારબાદ સેનાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું, તો બે આતંકીઓના મૃતદેહો મળી આવ્યા હતા. આ પહેલા બુધવારે બપોરે આતંકીઓએ પુલવામા જિલ્લાના ત્રાલ નેશનલ કૉન્ફરન્સના નેતા મોહમ્મદ અશરફ ભટના ઘર પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જોકે, આમાં કોઇપણ પ્રકારની જાન કે માલહાનિ થઇ ન હતી.
3/5
સુત્રો અનુસાર, બુધવારે રાત્રે કુપવાડાના હંદવાડા વિસ્તારના ગાઝિયાબાદના જંગલીય વિસ્તારોમાં આતંકીઓએ સેનાની પેટ્રૉલિંગ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધું, ત્યારબાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી અને અથડામણમાં બે આતંકીઓને ઠાર મારી દીધા હતા.
4/5
આ પહેલા મે મહિનાની શરૂઆતમાં આતંકીઓએ શોપિયાંમાં ધારાસભ્ય મોહમ્મદ યુસુફના ઘરે પેટ્રૉલ બૉમથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ધારાસભ્યના ઘરે ઉપરના માળે આગ લાગી ગઇ હતી. આ રીતના આવી ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે.
5/5
નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા દળની તમામ કોશિશ છતાં રમઝાનના પવિત્ર મહિનામાં કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલાઓ બંધ થવાનું નામ નથી લેતા. બુધવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એકવાર ફરીથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ, જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે.