શોધખોળ કરો

આવનારા 12 વર્ષમાં માણસ પર મેદસ્વીતા અને કુપોષણનો ડબલ એટેક થશે, જાણો શું છે કારણ

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ સમસ્યા મોટાભાગે ઓછી આવક ધરાવતા દેશોમાં વધશે અને તેની ચપેટમાં આવનારા લોકોમાં સૌથી વધુ સંખ્યા બાળકોની હશે.

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવનારા 12 વર્ષોમાં દુનિયાની લગભગ અડધી વસ્તી એટલે કે 51 ટકા લોકો મેદસ્વીતાનો શિકાર થશે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ સમસ્યા મોટાભાગે ઓછી આવક ધરાવતા દેશોમાં વધશે અને તેની ચપેટમાં આવનારા લોકોમાં સૌથી વધુ સંખ્યા બાળકોની હશે. રિપોર્ટ મુજબ વર્ષ 2020ની તુલનામાં 2035 સુધી સ્થૂળતાથી પરેશાન બાળકોની સંખ્યા લગભગ બમણી થઈ જશે. એટલે કે આગામી 15 વર્ષમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 20.8 કરોડ છોકરા અને લગભગ 17.5 કરોડ છોકરીઓ મેદસ્વી થઈ જશે.

આ ડેટાનું વિશ્લેષણ કરતાં વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના પ્રેસિડેન્ટ લુઈઝે બાવર કહે છે કે તમામ દેશોની સરકારોએ શક્ય તેટલી વહેલી તકે કેટલાક જરૂરી પગલાં લેવા પડશે જેથી કરીને સ્થિતિ વધુ ખરાબ ન થાય. દેશની સરકારોએ યુવા પેઢીના સ્વાસ્થ્યની સાથે-સાથે સામાજિક અને આર્થિક બોઝને ટાળવા માટે અત્યારથી જ દરેક સંભવ કોશિશ કરવી પડશે.

તેમણે કહ્યું કે રિપોર્ટમાં સૌથી ચિંતાજનક ઘટસ્ફોટ એ છે કે બાળકો અને કિશોરોમાં સ્થૂળતાનો દર સૌથી ઝડપથી વધી રહ્યો છે.

શું છે વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન 

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન એક એવુ સંગઠન છે જે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને અલગ-અલગ વૈશ્વિક એજન્સીઓ સાથે મળી સ્થૂળતા પર કામ કરે છે. યુકેમાં તેના સભ્યોમાં એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ઓબેસિટીનો સમાવેશ થાય છે.

જીડીપી પર અસર

ફેડરેશને દાવો કર્યો છે કે વધતી સ્થૂળતાને કારણે લોકોમાં સમસ્યાઓ પણ વધશે. જેને ઠીક કરવામાં વર્ષ 2035 સુધીમાં દુનિયાને  4000 અબજ ડોલરથી વધુ ખર્ચ કરવા પડશે. આ વિશ્વના તમામ દેશોની કુલ જીડીપીના ત્રણ ટકા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર  1975 બાદ દુનિયામાં સ્થૂળતામાં ત્રણ ગણો વધારો થયો છે.  ઈન્ડિયન જનરલ કોમ્યુનિટી મેડિસિનના એક રિપોર્ટ અનુસાર હાલમાં ભારતમાં માત્ર 135 મિલિયન લોકો જ સ્થૂળતાની સમસ્યાથી પીડિત છે.

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના અહેવાલ મુજબ  ભારતમાં બાળપણની સ્થૂળતા 2035 સુધીમાં 9.1 ટકાના વાર્ષિક ધોરણે વધવાની ધારણા છે. આ જ અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં 2035 સુધીમાં લગભગ 11 ટકા લોકો મેદસ્વી હશે.  2020 અને 2035 ની વચ્ચે વયસ્ક સ્થૂળતામાં વાર્ષિક 5.2 ટકાનો વધારો થશે.

શું છે ઓવરવેટ અને સ્થૂળતા એક્સપર્ટ પાસે જાણો 

ડૉ.વિવેક સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જાડા હોવું અને વધારે વજન ઓવરવેટ હોવું એ બંને અલગ-અલગ બાબતો છે. એવું જરૂરી નથી કે જો તમારું વજન વધારે છે તો તમે જાડા પણ હોય. બંને વચ્ચેનો તફાવત સરળ ભાષામાં સમજીએ તો  તમારો બોડી માસ ઇન્ડેક્સ એટલે કે (BMI) 19 થી 24.9 ની વચ્ચે હોય તો તમે નોર્મલ રેન્જમાં આવો છો. પરંતુ બીજી બાજુ  જો બોડી માસ ઇન્ડેક્સ 25 થી 29.9 છે તો તમે ઓવર વેટ કેટેગરીમાં આવો છો. જો તમારું બોડી માસ ઇન્ડેક્સ 30 થી ઉપર છે તો તે વ્યક્તિને મેદસ્વી ગણવામાં આવે છે.

ડૉક્ટરે કહ્યું કે કોઈપણ વ્યક્તિની સ્થૂળતા એક મેડિકલ સ્થિતિ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ તેના શરીર પર તેની ઊંચાઈ અને વજન કરતાં વધુ વજન હોય છે અને આ વજન તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, ત્યારે આ સ્થિતિને સ્થૂળતા કહેવામાં આવે છે.

કઈ રીતે જાણો કે તમને સ્થૂળતા છે કે નહી 

ડૉક્ટર વિવેક સિંહે જણાવ્યું કે સૌથી સરળ રીત બીએમઆઈ જાણવાનું છે. આ જાણવા માટે  વજનને કિલોમાં માપો અને તેને તે વ્યક્તિની લંબાઈના સ્ક્વેયર મીટર વડે ડિવાઈડ કરી નાખો.  તેનાથી ખરેખર ખબર પડી જશે કે તમે જાડો છો કે ઓવરવેટ છો. 

વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનો રિપોર્ટ તૈયાર કરવા માટે પણ BMIને આધાર બનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત કોઈપણ વ્યક્તિની લંબાઈ અને વજનનો ગુણોત્તર કાઢવામાં આવે છે.

ચપેટમાં આવશે ગરીબ દેશ 

ફેડરેશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આવનારા વર્ષોમાં સૌથી મોટી વૃદ્ધિનો અનુભવ  10 દેશમાં કરવામાં આવ્યો છે. જેમાંથી નવ દેશ  આફ્રિકા અને એશિયામાં ઓછી અથવા તો મધ્યમ આવક ધરાવતા દેશ છે. ફેડરેશનના વિજ્ઞાન પ્રશિક્ષક રશેલ જેક્સન લીચ કહે છે કે આવા ડેટાને અવગણવા જોઈએ નહીં. જો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો આ સમસ્યાનો સામનો કરવા માટે કોઈ નક્કર પગલાં નહીં ભરે તો તેમને મોટા પરિણામો ભોગવવા પડશે.

મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં  પ્રકાશિત અહેવાલ અનુસાર અઝરબૈજાન, ગ્વાટેમાલા, ઇજિપ્ત, કોમોરોસ, સાઓ ટોમે અને પ્રિન્સિપે જેવા દેશોમાં કુપોષણનું સૌથી વધુ જોખમ છે. સ્થૂળતા અને કુપોષણના કારણે તમામ દેશોમાં બાળકોના વિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથે જ મહિલાઓના વજનમાં પણ વધારો થયો છે.

શું છે સ્થૂળતા વધવાનું કારણ 

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ, કોવિડ દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણો અને પોષણ-જમવાની સિસ્ટમમાં ઝડપી ફેરફાર છે. કોરોનાના ફેલાવા દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોને કામ ઓછું અને વધુ પડતું ખાવાની આદત પડી ગઈ. જેના કારણે તેના શરીરનું વજન વધવા લાગ્યું છે. 

ઉદાહરણ તરીકે 355 એમએલના મીઠા પાણીની એક બોટલ પીધા પછી ઓછામાં ઓછું 2.5 કિલોમીટર ચાલવું અથવા 15 મિનિટ દોડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ બહુ ઓછા લોકો રોજિંદા કામમાં આ માટે સમય કાઢે છે.

સમસ્યાનું શું છે સમાઘાન

ડૉક્ટર વિવેકે કહ્યું કે આ સમસ્યાનો સામનો કરવા માટેનું પહેલું પગલું જાગૃતિ હોવી જોઈએ. લોકોને જણાવવું જોઈએ કે સ્થૂળતા માનવ સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોય શકે છે. આ ઉપરાંત તંદુરસ્ત જીવનશૈલીના ફાયદા, ખાવાની ટેવ અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ.

સ્થૂળતાના કારણે જીવલેણ બીમારી વધે છે

એક્સપર્ટ મુજબ મેદસ્વી લોકોમાં ઘણી બીમારીઓનું જોખમ વધી શકે છે. અન્ય બીમારીની તુલનામાં મેદસ્વી લોકોમાં જોવા મળતો સૌથી સામાન્ય રોગ ડાયાબિટીસ છે.

ડાયાબિટીસ- શરીરમાં જેટલી વધુ ચરબી હોય છે, એટલી જ મુશ્કેલી શરીરને ઇન્સ્યુલિન બનાવવામાં થાય છે.  મેદસ્વી શરીરમાં પેટની આસપાસ લીવર અને સ્વાદુપિંડમાં ચરબી જમા થાય છે. જો તમે સાદી ભાષામાં સમજીએ તો લિવરમાં થોડી પણ ચરબી વધી જાય તો ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે.

હાઈ બ્લડ પ્રેશર-  જો તમે મેદસ્વી છો તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય છે. હાઈ બ્લડ પ્રેશરને હાઈપરટેન્શન કહેવામાં આવે છે, આ એવી સ્થિતિ છે જેમાં રક્ત વાહિનીઓમાં સામાન્ય કરતાં વધુ ઝડપથી લોહી વહેવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર હૃદય પર દબાણ લાવે છે, જે રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડે છે. અને આ રોગ એટલો ખતરનાક પણ છે કારણ કે હાઈ બ્લડ પ્રેશરથી હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની રોગ અને મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.


13 પ્રકારના કેન્સર થવાનું જોખમ

શરીરમાં વધારાની ચરબી જમા થવાને કારણે અંગો પર ખરાબ અસર પડે છે. શરીરમાં અસંતુલનને કારણે કેન્સરનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય વધતી સ્થૂળતાને કારણે વ્યક્તિના મૃત્યુનું જોખમ 91 ટકા સુધી વધી શકે છે. એટલું જ નહીં, એક રિસર્ચથી એ વાત પણ સામે આવી છે કે બોડી માસ ઈન્ડેક્સ હાઈ ધરાવતા લોકોમાં મૃત્યુ વધુ નોંધાય છે. આ સાથે ખરાબ જીવનશૈલી અને પૌષ્ટિક ખોરાક પર ધ્યાન ન આપવાથી 13 પ્રકારના કેન્સર થઈ શકે છે.

આ વસ્તુઓ વધારી રહી છે તમારી સ્થૂળતા 

સ્ટ્રેસ-  વધુ પડતો સ્ટ્રેસ લેવાથી શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધુ  રિલીઝ થાય છે. જે સ્થૂળતા વધવાનું કારણ બની શકે છે.
પૂરતી ઉંઘ ન કરવી-  યોગ્ય સમયે ઊંઘ ન આવવાથી અને ઓછો સમય સૂવાથી પણ શરીર ચરબીયુક્ત બની શકે છે. ઓછી ઊંઘને ​​કારણે શરીરમાં વધુ ભૂખ લાગતા હોર્મોન્સ રિલીઝ થાય છે.
દવાઓ - વધુ પડતી દવાઓ લેવી એ પણ શરીરનું વજન વધવાનું એક કારણ હોય શકે છે.
થાઈરોઈડ- થાઈરોઈડ એક એવી બીમારી છે જેનાથી શરીરનું વજન વધે છે. હાઇપોથાઇરોડિઝમ ગ્રંથિની અછતને કારણે થઈ શકે છે.
પાચન- જો તમારા શરીમાં યોગ્ય રીતે પાચન ન થાય તો શરીરમાં ચરબી જમા થવા લાગે છે અને તે સ્થૂળતા વધવાનું કારણ બને છે.
લાઈફસ્ટાઈલ- મોડે સુધી ઉજાગરા કરવા, કસરત ન કરવી, જંક ફૂડ,  દારૂ-સિગારેટ પીવી  તેનાથી શરીરનું વજન પણ વધે છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોતKheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Embed widget