Tulsi Benefits: સવારે ખાલી પેટ તુલસીના પાણીના સેવનથી સ્વાસ્થ્યને પહોંચે છે આ ગજબ ફાયદા, આ બીમારીમાં કારગર
તુલસી એસિડીટિ, બ્લોટિંગ અને ગેસ જેવી સમસ્યાઓને ઓછી કરવામાં પણ ઘણી ગુણકારી છે. પાચન ક્રિયાને રેગ્યુલર કરવા અને કબજિયાત જેવી સમસ્યાનું સમાધાન તુલ
Tulsi Benefits:તુલસીને ધાર્મિક રીતે પણ ઘણી મહત્વની માનવામાં આવે છે પણ આર્યુવેદિક ગુણોના કારણે પણ તે હેલ્થ માટે ઘણી જ ફાયદાકારક છે. તુલસી હેલ્થના એક નહીં પણ ઘણા લાભો આપે છે. એટલા માટે જ સવારની ચાની જગ્યાએ તુલસીનું પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીયે તુલસીનું પાણી પીવાથી શું શું ફાયદા થાય છે.
તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે, સનાતન ધર્મમાં પણ આ છોડનું ઘણું મહત્વનું છે. જૂની માન્યતાઓ પ્રમાણે આ છોડની પૂજા પણ કરવામાં છે અને ભગવાન વિષ્ણુને પણ આ છોડ ઘણું પ્રિય છે પણ તુલસીની મહિમા તો આટલામાં જ ખતમ નથી થતી. ધાર્મિક માન્યતાઓ ઉપરાંત તુલસીના છોડને હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
તુલસી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે
વહેલી સવારમાં તુલસીનું પાણી પીવું ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આમા એન્ટી ઓક્સીડેન્ટ્સ અને એન્ટી-માઈક્રોબલ જેવા તત્વ હોય છે, જે ઈમ્યુનીટિ સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ એન્ટી-માઈક્રોબલ તત્વ ઈન્ફેક્શનના જોખમને પણ ઘટાડવામાં ઘણી મદદ કરે છે, જે ઈમ્યુનિટી સિસ્ટમ માટે ઘણું ફાયદાકારક હોય છે.
પાચન માટે પણ ફાયદાકારક
તુલસી એસિડીટિ, બ્લોટિંગ અને ગેસ જેવી સમસ્યાઓને ઓછી કરવામાં પણ ઘણી ગુણકારી છે. પાચન ક્રિયાને રેગ્યુલર કરવા અને કબજિયાત જેવી સમસ્યાનું સમાધાન તુલસીમાં છે. એટલા માટે જ તુલસીનું પાણી પાચનતંત્ર માટે વરદાનરૂપ છે.
બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે
તુલસીમાં હાઈપોગ્લાઈસિમિક તત્વ પણ મળી આવે છે, જે બ્લડશુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીઝમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે, જેમાં હાઈપોગ્લાઈસિમિક હોવાના કારણે તુલસી ઘણી ફાયદાકારક નિવડે છે.
સ્ટ્રેસ લેવલ ઓછું કરે છે
શારિરીક સ્ટ્રેસ ઓછો કરવાની સાથે સાથે તુલસી માનસિક તણાવ પણ ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તુલસી ખાવાથી મેન્ટલી તમે રિલેક્સ રહીં શકો છો અને તમારી યાદશક્તિ વધારવામાં પણ તુલસી હેલ્પફુલ સાબિત થાય છે.
બોડી ડિટોક્સ થાય છે
તુલસીનું પાણી પીવાથી બોડીમાં રહેલા ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળી જાય છે. એટલા માટે જ વહેલી સવારે તુલસીનું પાણી પીવું ઘણું જ ફાયદાકારક નીવડે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )