Winter:આળસને કારણે શિયાળામાં પથારી છોડવાનું મન નથી થતું? આ ચીજોને ડાયટમાં કરો સામેલ
Winter: શિયાળાની ઋતુમાં કેટલાક લોકોને સિઝનલ ઇફેક્ટિવ ડિસઓર્ડર નામની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
Winter: શિયાળામાં દિવસ ટૂંકો થઇ જાય છે અને રાત લાંબી થઇ જાય છે. સૂર્યપ્રકાશ પણ ઓછો મળે છે જેના કારણે આપણા શરીરની સર્કેડિયન રિધમ ખોરવાઈ જાય છે. શરીરની સર્કેડિયન રિધમમાં વિક્ષેપને કારણે તમે સુસ્તી અનુભવો છો અને તમારું ઊર્જા સ્તર પણ ખૂબ જ ઓછું રહે છે. આ સાથે ઓછા સૂર્યપ્રકાશને કારણે આપણા શરીરમાં વિટામિન ડીનું સ્તર ઘટવા લાગે છે. શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ ઓછું હોવાને કારણે થાક અને ખરાબ મૂડ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શિયાળાની ઋતુમાં કેટલાક લોકોને સિઝનલ ઇફેક્ટિવ ડિસઓર્ડર નામની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે લોકોનું ઉર્જા સ્તર નોંધપાત્ર રીતે ઘટી જાય છે. ઉપરાંત, લોકો ઠંડા વાતાવરણમાં ખૂબ આળસ અનુભવે છે, જેના કારણે તેઓ બહાર જવા અથવા ચાલવાને બદલે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે.
જો કે આ સીઝનમાં હેલ્ધી ડાયટ લઈને તમે આ બધી સમસ્યાઓથી બચી શકો છો. આ સીઝનમાં અમુક વસ્તુઓનું સેવન કરવાથી તમારું એનર્જી લેવલ વધે છે અને તમારો મૂડ પણ સારો રહે છે. તેમજ આ વસ્તુઓમાં વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
તેથી જો તમારે પણ ઠંડીની ઋતુમાં થાક, સુસ્તી અને આળસનો સામનો કરવો પડતો હોય તો આ સુપરફૂડ્સને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો.
બ્લૂબેરી- એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સથી ભરપૂર બ્લૂબેરી રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેનાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે.
પાલક- આયર્નથી ભરપૂર પાલક આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે અને મેટાબોલિઝ્મ સુધારે છે, થાકથી રાહત આપે છે.
કિનોઆ- તેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેના કારણે તમે દિવસભર ઉર્જાવાન રહો છો અને તમારે આળસ અને સુસ્તીનો સામનો કરવો પડતો નથી.
સૅલ્મન માછલી - ઓમેગા -3 ફેટી એસિડ્સ અને વિટામિન ડીથી સેલ્મન મગજના સ્વાસ્થ્યને સુધારે છે અને સેરોટોનિનનું સ્તર વધારે છે, ઊંઘને કંન્ટ્રોલ કરે છે.
શક્કરિયા- તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આને ખાવાથી શરીરમાં રહેલી એનર્જી એકસાથે રીલિઝ થવાને બદલે ધીમે ધીમે રીલિઝ થાય છે. તેનાથી તમારું પેટ ભરેલું રહે છે અને આળસ દૂર થાય છે.
બદામ- બદામમાં મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે અને થાક દૂર થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )