Orange For Health: રોજ ખાવો વિટામિન ‘સી’થી ભરપૂર એક એક સંતરૂ,મ્યુનિટી બૂસ્ટ થવાના સાથે થશે આ અદભૂત ફાયદા
Orange For Skin: નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે તમારી ત્વચા પણ સ્વસ્થ રહે છે. રોજ નારંગી ખાવાથી ત્વચા ચમકવા લાગે છે. જો તમને કિડનીમાં પથરી હોય તો પણ નારંગીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.
Orange For Skin: નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે તમારી ત્વચા પણ સ્વસ્થ રહે છે. રોજ નારંગી ખાવાથી ત્વચા ચમકવા લાગે છે. જો તમને કિડનીમાં પથરી હોય તો પણ નારંગીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.
તાજા, ખાટા-મીઠા અને રસદાર સંતરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સંતરા માત્ર એક સ્વાદિષ્ટ ફળ નથી પરંતુ તે ખૂબ જ ફાયદાકારક પણ છે. જો કે કેટલાક લોકો શિયાળામાં નારંગી ખાવાનું ટાળે છે, પરંતુ સંતરા ખાવાની આ સૌથી સારી સિઝન છે. આ સિઝનમાં તમારે દરરોજ 1 નારંગી જરૂર ખાવું જોઈએ. નારંગીને સુપરફૂડ કહેવામાં આવે છે. રોજ સંતરા ખાવાથી કે જ્યુસ પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. સંતરા માં વિટામિન સી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. સંતરા માં કેલ્શિયમ પણ ભરપૂર છે જે હાડકાને મજબૂત બનાવે છે. જાણો રોજ સંતરા ખાવાથી અન્ય શું ફાયદા થાય છે.જાણીએ..
સંતરાના પોષક તત્વો
સંતરા પોષક તત્વોથી ભરપૂર ફળ છે. આમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી, એમિનો એસિડ, કેલ્શિયમ, આયોડિન, ફોસ્ફરસ, સોડિયમ, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. રોજ નારંગી ખાવાથી તમે અનેક ગંભીર બીમારીઓના જોખમ પણ ટળી શકે છે.
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર
સંતરા એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. સંતરામાં એસ્કોર્બિક એસિડ અને બીટા કેરોટીન હોય છે જે શરીરમાં કેન્સરનું જોખમ ઘટાડે છે. રોજ નારંગી ખાવાથી શરીરમાં ફ્રી રેડિકલ્સ નીકળી જાય છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે
જો તમને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા છે. તો તમારે રોજ એક નારંગી ખાવું જોઈએ. સંતરામાં આવા ઘણા ગુણો જોવા મળે છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે. નારંગી ખાવાથી બીપીની સમસ્યા ઓછી થાય છે.
આર્થરાઈટિસમાં ફાયદાકારક
સંતરા ખાવાથી આર્થરાઈટિસમાં આરામ મળે છે. સાંધાના દુખાવા, જકડાઈ જવા અને સોજાની સમસ્યા ઓછી થાય છે. સંતરા ખાવાથી શરીરમાં યુરિક એસિડ ઓછું થાય છે. તેનાથી ગાઉટના દર્દીઓને ફાયદો થાય છે. તેનાથી બળતરાની સમસ્યા પણ ઓછી થાય છે.
વેઇટ લોસમાં પણ કારગર
વજન સંતરા ઘટાડવામાં પણ કારગર છે. તેમાં બહુ ઓછી કેલરી હોય છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે નાસ્તાના ફળોમાં નારંગીનો સમાવેશ કરી શકો છો. આનાથી તમારી કેલરીની માત્રા ઓછી થશે અને મેદસ્વિતા પણ ઓછી થશે. તમે દરરોજ નાસ્તામાં એક ગ્લાસ સંતરાનું જ્યુસ પી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )