Navratri Recipe: જો ઉપવાસ દરમિયાન લાગે છે વારંવાર ભૂખ, તો આ 2 હેલ્ધી ફૂડ ટ્રાય કરી જુઓ, એનર્જી પણ મળશે
નવરાત્રિ દરમિયાન કેટલાક લોકો આખા નવ દિવસ ઉપવાસ કરે છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકોને વારંવાર ભૂખ લાગે છે, કારણ કે તમારી ખાવા-પીવાની ટેવ અચાનક બદલાઈ જાય છે. આ સ્થિતિમાં આ વસ્તુઓ ખાઓ.
Vrat Recipe: આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આ અવસર પર કેટલાક લોકો આખા નવ દિવસ ઉપવાસ રાખે છે તો કેટલાક એવા પણ છે જે જોડીમાં બે દિવસ ઉપવાસ રાખે છે. ઘણીવાર કેટલાક લોકોને ઉપવાસ દરમિયાન વારંવાર ભૂખ લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારી ખાવાની ટેવ અચાનક બદલાઈ જાય છે. જો તમને નવરાત્રિના ઉપવાસ દરમિયાન વારંવાર ભૂખ લાગે છે, તો તમે કેટલીક હેલ્દી વસ્તુઓ ખાઈ શકો છો.
મખાના ચાટ
જો તમને ઉપવાસ દરમિયાન વારંવાર ભૂખ લાગે છે, તો તમે તમારા આહારમાં શેકેલા મખાનાનો સમાવેશ કરી શકો છો. આ એક સ્વસ્થ વિકલ્પ છે. તેને બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરો અને પછી તેમાં મખાના ઉમેરીને શેકી લો. હવે મખાનાને થાળીમાં કાઢી તેના પર દહીં, આમલીની ચટણી અને તીખી ચટણી નાખો. ત્યારબાદ તેમાં સેંધા મીઠું અને શેકેલું જીરું નાખીને ખાઓ.
સાબુદાણા નમકીન
સાબુદાણા નમકીન પણ ઘરે બનાવીને ખાઈ શકાય છે. તેને બનાવવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે એક કડાઈમાં ઘી ગરમ કરો અને પછી તેમાં સાબુદાણા નાખીને પફ કરો. મીઠું નાખીને ખાઓ. ચા સાથે તેનો સ્વાદ પણ સારો લાગે છે.
Weight Loss Tips: ચૈત્રી નવરાત્રી દરમિયાન,આ ફૂડનું સેવન કરીને ઘટાડો ફટાફટ વજન, જાણો ડાયટ પ્લાન
આ ડાયેટ પ્લાનને કરો ફોલો, ચૈત્ર નવરાત્રિમાં ઘટશેફટાફટ વજન હાલમાં ચૈત્ર નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે. નવરાત્રિ તન મનનેશુદ્ધ અને સ્વસ્થ કરવાનો મહાઅવસર છે. મનને શાંત અને શરીરને વિકાર રહિત બનાવવા માટેઆપણે ઉપવાસ કરીએ છીએ. નવરાત્રિના નવ દિવસ દરમિયાન આપણે એવો ડાયેટ પ્લાનબનાવીએ છીએ કે તે શરીરને સ્વસ્થ રાખે અને વજન પણ ઘટાડે. જો કોઇ વ્યક્તિ સુગરપેશન્ટ હોય તો તે ધ્યાન રાખે અને ડોક્ટરની સલાહ અનુસાર ડાયેટ લે. શરૂઆતલીંબુ પાણીથી કરોકોઇ પણ વ્રત-ઉપવાસની શરૂઆત લીંબુ પાણી કે મધપાણીથી કરો. અડધો કલાક બાદ કેળા, સફરજન, પપૈયુ, સ્ટ્રોબેરી,એવોકડોની સ્મુધી લઇ શકો છો.
દહીં કે લસ્સી પણ લઇ શકો છો. પાણીમાંપલાળેલા ડ્રાયફ્રુટ્સ લોજ્યારે તમને હળવી ભુખ લાગે ત્યારે પાણીમાંપલાળેલા ડ્રાયફ્રુટ કે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો. સાથે સાથે પાણીમાં પલાળેલાઅખરોટ, કાજુ, બદામ ખાઈ શકો છો જેનાથી સારું પરિણામ મળશે.ધ્યાન રાખો કે મુઠ્ઠી ભરીને ડ્રાયફ્રુટ્સ ન ખાઓ. તેની સંખ્યા ચારથી પાંચ હોવીજોઇએ. તમે દસ-બાર દાણા પાણીમાં પલાળેલી મગફળી પણ લઇ શકો છો. બપોરનુંભોજનબપોરના ભોજનમાં એક રોટલી અને સાથે વાડકી ભરીનેશાક તેમજ દાળ લઇ શકો છો. જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો મોરૈયાની ખીચડી, એકવાડકી સાબુદાણાની ખીચડી. એક બાઉલ ટામેટા, ગાજર કે ખીરા કાકડીનું સલાડ, સાથે પનીરભુરજી ખાઇ શકો છો. રાતનાજમવામાં મિક્સ સબ્જીરાતના જમવામાં ખાંડ વગરની દુધીની ખીર, મિક્સસબ્જી, વેજ સુપ પણ લઇ શકો છો. તમે કેળા પણ ખાઇ શકો છો.પરંતુ દ્રાક્ષ, કેરી, બીજા સાઇટ્રિક ફ્રુટ્સ એસીડીટીની સમસ્યાનેવધારી શકે છે. તેથી ઉપવાસ દરમિયાન આ ફળોનું સેવન ન કરવું હિતાવહ રહેશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )