શોધખોળ કરો

Sprouted Fenugreek: ફણગાવેલી મેથી ખાવાના શું છે ફાયદા? ખુબ ટ્રેન્ડ થઈ રહ્યું છે આ સુપરફૂડ

Sprouted Fenugreek: ફણગાવેલી મેથી આજના જમાનાનું નવું સુપર ફૂડ માનવામાં આવે છે. જો કે આયુર્વેદ પહેલાથી જ તેના ફાયદાઓની વાત કરી ચૂક્યું છે. આવો જાણીએ અંકુરિત મેથી ખાવાથી શું ફાયદા થાય છે.

Sprouted Fenugreek:  આજકાલ ફણગાવેલી મેથીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો ચાલી રહી છે. તેને એક નવું સુપર ફૂડ માનવામાં આવી રહ્યું છે. આયુર્વેદમાં મેથીને સુપરફૂડ(superfoods)નો દરજ્જો આપવામાં આવ્યો છે જેને ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ દવા કહેવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે ફણગાવેલી મેથી ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

ફણગાવેલી મેથી ખાવાના ફાયદા

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ફણગાવેલા મેથીના દાણામાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. વિટામિન સીની સાથે તેમાં વિટામિન એ અને બી પણ હોય છે. આ સિવાય ફણગાવેલી મેથીમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર અને અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. જો ફણગાવેલી મેથી નિયમિત રીતે ખાવામાં આવે તો તે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદાઓ કરે છે.

તેમાં રહેલા ફાઈબર પેટને સ્મુખ રાખે છે. આ ચયાપચયને વેગ આપે છે અને પાચનમાં સુધારો કરે છે. મેથીના દાણામાં બળતરા વિરોધી ગુણ હોય છે જે શરીરમાં સોજાથી રાહત આપે છે. ફણગાવેલી મેથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, જે બીપી અને હ્રદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.

અંકુરિત મેથી વજન ઘટાડવામાં મદદ કરે છે

ફણગાવેલી મેથીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, તેથી તે વજન નિયંત્રણમાં પણ મદદરૂપ સાબિત થાય છે. તેમાં જોવા મળતા વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ કારણે મોસમી રોગોથી બચી શકાય છે. ફણગાવેલી મેથીમાં જોવા મળતી ફાયટોસ્ટ્રોજનની અસર પુરુષો અને સ્ત્રીઓના હોર્મોનલ સંતુલનને જાળવી રાખે છે. મેનોપોઝ અને પીએમએસથી પીડિત મહિલાઓ માટે ફણગાવેલી મેથી ખૂબ જ ફાયદાકારક છે. કેલ્શિયમથી ભરપૂર ફણગાવેલી મેથી દાંત અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

અંકુરિત મેથી કેવી રીતે તૈયાર કરવી

મેથીને અંકુરિત કરવા માટે, પહેલા મેથીના દાણાને આખી રાત પલાળી રાખો. આ પછી, સવારે તેમાંથી પાણી કાઢી લો અને તેને કોટનના કપડામાં બાંધી રાખો. આ પછી તેને 2 થી 3 દિવસ માટે રહેવા દો. જ્યારે મેથી અંકુરિત થાય ત્યારે તેને સલાડ સાથે ખાઓ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો..

શું ખરેખર નોન-વેજ છોડવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે? જાણો આ સાવલનો જવાબ

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત

Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ

MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી

BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી

ABP Premium

વિડિઓઝ

Gujarat Farme: પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતો માટે સારા સમાચારVav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારીDharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામCyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
Fastest T20I Century: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ મેદાન પર વર્તાવ્યો કહેર, તોડ્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રોહિતનો રેકોર્ડ

EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો

CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'

Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત

Embed widget