શોધખોળ કરો
Advertisement
Easy Sleep: ગરમીમાં પંખામાં ગાઢ નિંદ્રા માણવા માટે અનુસરો આ ટિપ્સ, એસીની જરૂર નહિં પડે
ઉનાળામાં એસી અને કૂલરને બદલે કેટલીક ખાસ ટિપ્સ અપનાવીને તમે પંખાની હવામાં શાંતિથી સૂઈ શકો છો અને સાથે જ તમે ઘણી બીમારીઓથી પણ બચી શકો છો, જે એસી અને કૂલરની હવાને કારણે થાય છે.
Summer Tips: ઉનાળામાં એસી અને કૂલરને બદલે કેટલીક ખાસ ટિપ્સ અપનાવીને તમે પંખાની હવામાં શાંતિથી સૂઈ શકો છો અને સાથે જ તમે ઘણી બીમારીઓથી પણ બચી શકો છો, જે એસી અને કૂલરની હવાને કારણે થાય છે.
ઉનાળામાં અગન વર્ષા વચ્ચે એસી અને કૂલર વિના નથી ચાલતું પરંતુ આજે અમે આપને સિલીંગ ટેબલ ફેનમાં પણ ચેનની ઉંઘ કેવી રીતે લાવી તેની એક પ્રભાવી ટિપ્સ બતાવી રહ્યાં છીએ..
પંખાની હવાથી ઠંડક કેવી રીતે મળશો
- આપણા દેશમાં મોટાભાગની વસ્તી પાસે ACની સુવિધા નથી. આવી સ્થિતિમાં, તમે તમારા પંખામાં જ AC જેવી ઠંડક લઈ શકો છો. આ માટે સૂતી વખતે અજમાવો અહીં જણાવેલી ટિપ્સ...
- સૂતા પહેલા સ્નાન કરો. આ શરીરના તાપમાનને સામાન્ય બનાવે છે, મગજને શાંત કરે છે અને સ્નાયુઓને આરામ આપે છે. જેના કારણે પંખાની હવા ખૂબ જ મીઠી લાગે છે અને સારી ઊંઘ આવે છે.
- સૂતા પહેલા એક ગ્લાસ ઠંડુ પાણી પીવો. આ પાણી એક શ્વાસમાં ગળી જવાનું નથી. તેના બદલે ઘૂંટડે ઘૂંટડે પીવો. આરામથી પીવો. જે જે શરીરને ઠંડક અને મનને શાંતિ આપે છે.
- સૂવા માટે કોટન ટી-શર્ટ અને પાયજામા અથવા શોર્ટ્સ પહેરો. ફુલ સ્લીવ નાઇટ સૂટ અથવા જાડા કપડાં પહેરવાનું ટાળો.
- સૂવા માટે અને ઓઢવા માટે કોટનની ચાદરનો ઉપયોગ કરો. ઓઢવાની ચાદરને પાણીમાં પલાળી લો અને પછી તેને વ્યવસ્થિત નિચોવીને સૂકવી દો. 15-20 મિનિટ બાદ ફેન ઓન કરો અને આ આ ઠંડી ચાદર ઓઢી સૂઇ જાવ. ઠંડક અનુભવાશે અને ઊંઘ પણ સારી આવશે.
પંખામાં સૂવાના ફાયદા
- પંખાની હવાથી ફાયદો એ થાય છે કે. એસીના રૂમથી બહાર જતાં ખૂબ જ અસહ્ય ગરમીનો અનુભવ નથી થતો.
- પંખામાં સૂવાથી પરસેવા તો વળે જ છે. પરસેવો થવો એ પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એસીમાં સૂવાથી પરસેવો નથી થતો, જેના કારણે જકડન થાય છે.
- એસીની ઠંડી હવા શ્વાસમાં જતાં કેટલાક લોકોને શરદી કફની સમસ્યા થઇ શકે છે જ્યારે પંખાની હવામાં આવું નથી થતું
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement