શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: યુવતીએ તેના બિભત્સ ફોટો તેના મિત્રને મોકલ્યા પછી મિત્રએ શું કર્યું તે જાણીને તમે ચોંકી જશો?
મોહીતે મિત્રતાના નાતે યુવતીને તેના બિભત્સ ફોટો મોકલવાનું કહ્યું હતું. યુવતીએ પોતાના ચાર હાફ બિભત્સ ફોટો મોહિતને મોકલ્યા હતા.
અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી અને CAનો અભ્યાસ કરતી યુવતીના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ ફોટો મુક્યા હતા. આરોપીએ અગાઉ વોટ્સએપ પર બિભત્સ ફોટો મોકલી યુવતી પાસે તું રૂપિયા 15 હજાર આપ, જો તું નહીં આપે તો હું તારા ફોટો વાઈરલ કરી નાખીશ તેવી ધમકી આપી હતી.
જેના પગલે યુવતીએ પૈસા આપી દેતાં આરોપીએ ફરી અન્ય યુવતીઓના નંબર અને બિભત્સ ફોટો માંગતા યુવતીએ ફરી અન્ય યુવતીઓના નંબર અને બિભત્સ ફોટો માંગતા તેણે ના પાડી દીધી હતી. નવરંગપુરા પોલીસે યુવતીની ફરિયાદ મંગળવારે નોધી તપાસ હાથ ધરી છે.
વિજય ચાર રસ્તા પાસેના ક્લાસીસમાં સીએ ક્લાસીસમાં અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતી માર્ચ 2019માં રાજસ્થાનના જોધપુર ખાતે સીએમ ક્લાસીસમાં હતી. તે સમયે તેની મિત્રતા મોહીત નામના યુવક સાથે થઈ હતી.
મોહીતે મિત્રતાના નાતે યુવતીને તેના બિભત્સ ફોટો મોકલવાનું કહ્યું હતું. યુવતીએ પોતાના ચાર હાફ બિભત્સ ફોટો મોહિતને મોકલ્યા હતા. ત્યાર બાદ મોનિકા અમદાવાદ અભ્યાસ અર્થે આવી હતી અને મોહિત સાથે વાતચીત બંધ થઈ ગઈ હતી.
જોકે જુલાઈ 2019માં અજાણ્યા નંબરથી યુવતીને વોટ્સએપ પર તેનો બિભત્સ ફોટો આવ્યો હતો. ત્યાર બાદ મોહિતને પૈસા આપ્યા બાદ તેણે અન્ય યુવતીઓના બિભત્સ ફોટોની યુવતી પાસે માંગણી કરતા તેણે ઈન્કાર કરી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement