શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ વ્હાલસોયા દીકરાને દેવા ગિફ્ટ લીધી પણ બર્થ ડેના બે દિવસ પહેલાં જ માતા-પિતાને કાળ ભરખી ગયો
બાળકોને મોટા કરવા માતા-પિતા જેમ તેમ મજૂરી કરીને તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હતા. જોકે, બંન્ને બાળકો અત્યારે નીરાધર થઈ ગયા છે.
અમદાવાદઃ શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે બાજુમાં આવેલા બે ગોડાઉનમાં 9 દુકાનોની છત તૂટી પડી હતી. વિસ્ફોટ બાદ આગની ઘટનામાં 12 લોકોની જીદગી હોમાઈ છે, જેમાં એક પરિવારે પોતાના ત્રણ સભ્યોને ગુમાવ્યા છે.
એક જ પરિવારના એન્જેલિના માથુર , માથુર ચાવડા, જેક્વેલિન ક્રિશ્ચિયનના મોત થયા છે. નારોલની કોજી હોટલ સામે આવેલા રાણીવાળામાં માથુરભાઈ તેમની પત્ની એન્જલિના દીકરી અને તેમના 7 વર્ષીય દીકરા એલેક્સ સાથે રહેતા હતા. બાળકોને મોટા કરવા માતા-પિતા જેમ તેમ મજૂરી કરીને તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હતા. જોકે, બંન્ને બાળકો અત્યારે નીરાધર થઈ ગયા છે. એલેક્સનો 7મી નવેમ્બરે જન્મ દીવસ છે. ઉજવણીની તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી હતી. દીકરાનો જન્મ દિવસ હોવાથી માતા પિતા તેમના માટે ગિફ્ટ લાવ્યા, પરંતુ કોને ખ્યાલ હતો કે એન્જેલિનાબેન આ દુનિયાને અલવિદા કરી દેશે.
જેક્વેલિન, માથુરભાઈ અને એન્જિલિનાબેનની ભત્રીજી થાય છે. ત્રણેય લોકો કનિકા કપડાની ગોડાઉનમાં કામ કરતાં હતા. અચાનક જ સ્લેબ ધરાશયી થતાં ગોડાઉનમાંથી ત્રણ સભ્યોનું નિધન થયુ. આ ગંભીર ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જોકે, અમદાવાદના મેયર બીજલ પટેલ સાંજે 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળ્યા નહોતા. તેમણે આ ઘટનાને સામાન્ય ગણાવી હતી. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ઈજા પામેલા લોકોની સારવાર અગત્યની છે એમ કહીને જવાબ આપ્યા વિના હોસ્પિટલમાંથી નીકળી ગયાં હતાં.
વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યા બાદ તેઓ તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં. તેમણે એલ.જી હોસ્પિટલ પહોંચીને ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ મેયરે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે આજે જે ઘટના બની તે દુઃખદ છે. અમદાવાદ વતી હું શોક વ્યક્ત કરું છું. અહીં તમામ હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશ્નર પણ હાજર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
દુનિયા
Advertisement