શોધખોળ કરો
અમદાવાદઃ ગુગલ મેનેજર તરીકેની ઓળખ આપી યુવકે યુવતીને હોટલમાં બોલાવીને બાંધ્યા શારીરિક સંબંધ ને પછી...........
યુવક યુવતીઓને લગ્નની લાલચ આપીને તેમની સાથે શરીરસંબંધ બાંધતો હતો. આ સમયે તે યુવતીઓના અશ્લીલ ફોટા પાડી લેતો હતો. તેમજ યુવતીઓને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવીને છેતરપિંડી કરતો હતો.
અમદાવાદઃ શહેરની યુવતીને મેટ્રોમોનિયલ સાઇટ પરથી યુવક પસંદ કરવો ભારે પડી ગયો છે. યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી સંપર્કમાં આવેલા યુવક સાથે હોટલમાં શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, આ યુવકે લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. તપાસમાં યુવકે આ એક યુવતી નહીં, પરંતુ અનેક યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હોવાની વિગતો સામે આવી છે. અત્યારે તો સાઇબર ક્રાઇમે આરોપી યુવકની અટક કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ હરિયાણાના ગુરગાંવના સંદીપ એસ.મિશ્રાએ મેટ્રોમોનીયલ સાઈટ પર વિહાન શર્મા, પ્રતીક શર્મા, આકાશ શર્મા જેવા નામની પ્રોફાઈલ બનાવી હતી. તેણે વિહાન શર્માના નામની પ્રોફાઇલથી અમદાવાદની એક યુવતીનો સંપર્ક કર્યો હતો. તેમજ પોતે હૈદરાબાદમાં ગૂગલમાં એચ.આર મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું તેમજ પરિવાર દિલ્લીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
યુવતીનો વિશ્વાસ કેળવવા માટે તેણે અનેક જુઠાણા ચલાવ્યા હતા. તેમજ પિતા બેન્કમાં નોકરી કરતા હોવાનું અને બહેન-બનેવી દુબઈમાં રહેતા હોવાનું કહીને પરિવારના સભ્યના ફોટો મોકલ્યા હતા. આ પછી યુવતીને લગ્નની લાલચ આપીને જુદા જુદા દિવસે બે વાર શરીરસંબંધ બાંધ્યા હતા.
યુવકે યુવતીના ડેબિટ કાર્ડથી રૂપિયા 18,999નું પેમેન્ટ કર્યું હતું. તેમજ એટીએમ કાર્ડથી 3500 રૂપિયા પણ ઉપાડી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા યુવતીએ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયા દરતાં પોલીસે આરોપીની સોમનાથથી અટક કરી હતી. તેણે અન્ય યુવતીઓને પણ ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, તેણે અમદાવાદ આઇઆઇએમમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હોવાની ખોટી માહિતી આપી હતી. અન્ય યુવતીઓ સાથે પણ લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા.
યુવતીઓ સાથે છેતરપિંડી કર્યા પછી યુવક મોબાઇલ નંબર બદલી નાંખતો હતો. પોલીસે તેની પાસેથી જુદા જુદા મોબાઇલ કબ્જે કર્યા છે. જેમાં કેટલીય યુવતીઓના નગ્ન અને અર્ધનગ્ન ફોટા મળી આવ્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. યુવક યુવતીઓને લગ્નની લાલચ આપીને તેમની સાથે શરીરસંબંધ બાંધતો હતો. આ સમયે તે યુવતીઓના અશ્લીલ ફોટા પાડી લેતો હતો. તેમજ યુવતીઓને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવીને છેતરપિંડી કરતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement