શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદમાં વાહનચાલકો પર તવાઇ, ઓવરસ્પીડ મામલે 500થી વધુ લાયસન્સ રદ્દ કરાયા, જાણો ડિટેલ્સ

શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઓવરસ્પીડિંગ કરનારા 500થી વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. આ સમયગાળામાં કુલ 1 હજાર લાઇસન્સ સસ્પેન્ડ થયા છે.

Ahmedabad: તાજેતરમાં જ અમદાવાદમાં થયેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, હાલમાં જ રાજ્યમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે. હાલમાં જ ટ્રાફિક પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 500થી વધુ લાયસન્સને રદ્દ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ઓવરસ્પીડના મામલે અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં 500થી વધુ લોકોના લાયસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ તમામ લોકો કોઇને કોઇ ગુનામાં સંડોવાયેલા છે અને આમાં ખાસ કરીને રદ્દ કરાયેલા 1 હજાર લાયસન્સમાંથી 80 ટકા લાયસન્સ કારચાલકોના છે. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ બદલ 50, ભયજનક રીતે વાહન હંકારવા માટે 125 લાઇસન્સને 3 થી 6 મહિના માટે રદ્દ કરાયા છે. 

શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઓવરસ્પીડિંગ કરનારા 500થી વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. આ સમયગાળામાં કુલ 1 હજાર લાઇસન્સ સસ્પેન્ડ થયા છે. જેમાંથી 80 ટકા કારચાલકોના છે. મોટાભાગના લાઇસન્સ 3થી 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે પણ કોઈ લાઇસન્સ કાયમી સસ્પેન્ડ થયું નથી. ઓવરસ્પીડિંગના 500 ઉપરાંત હેલમેટ વગર જતાં 100 લોકોના, ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસમાં 50ના, અકસ્માતના કેસમાં 200ના અને ભયજનક રીતે ડ્રાઇવિંગ કરવા બદલ 125 તેમજ ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવા બદલ 15 લાઇસન્સ સસ્પેન્ડ થયા છે. રદ થયેલાં 1 હજાર લાઇસન્સમાંથી 703 સુભાષબ્રિજ આરટીઓના, 225 વસ્ત્રાલ આરટીઓના અને 75 બાવળા આરટીઓના છે. લાઇસન્સ સસ્પેન્ડ થયા પછી એક મહિનામાં પોલીસ કમિશનર અને હાઇકોર્ટમાં અપીલ કરી શકાય છે.

ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ

ઇસ્કોન બ્રીજ પર તથ્યપટેલે ઓવરસ્પીડ કાર ચલાવીને બ્રીજ પર એકઠા થયેલા 10 લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાને લઇને હવે રાજ્ય ગૃહ વિભાગે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગૃહ વિભાગના નિર્ણય મુજબ SG હાઈવે પર CCTV અને સ્પીડ સેન્સર ઈન્સ્ટોલ કરવામાં આવશે. આગામી સપ્તાહથી આ અંગે  સર્વે શરૂ કરવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ પાંચથી છ મહિનામાં કામગીરી  પૂર્ણ થશે. ઉલ્લેખનિય છે કે, અકસ્માત બાદ જાણવા મળ્યુ હતું કે,  એસ જી હાઇવે પર સીસીટીવી કેમેરાનું સેટઅપ લગાવાયું નથી . એટલું જ એસ જી હાઇવે નિયમિત રીતે સામાન્ય કરતા વધારે સ્પીડમાં વાહનો ચલાવવામાં આવે છે. જે અનુસંધાને રાજ્યના ગૃહવિભાગે તાત્કાલિક સંલગ્ન તંત્રને  એસ જી હાઇવે પર સીસીટીવી ઇન્સ્ટોલ કરવા તેમજ સ્પીડ મેપીંગ સેન્સર લગાવવાની કામગીરી શરૂ કરવા માટે સુચના આપી છે. 

ઉલ્લેખનિય છે કે,  અમદાવાદમાં હાલના સૌથી ચર્ચિત તથ્ય પટેલ અકસ્માત કેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના જીવ લીધા છે, અને બેફામ ગાડી ચલાવીને અવારનવાર ચર્ચામાં રહેનારો તથ્ય પટેલ કોઇ એક ગુનાનો આરોપી નથી, તેના પર એકથી વધુ ગુના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને બન્ને પર ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે. જોકે

, આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઇને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના એકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે, તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે, ટેન્શન ના લેવાનું હોય. હાલમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્પિલમાં સાંભળી શકાય છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, 'આજીવન કંઇ નઇ થાય.... આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને... 19 - 20 વરસના છોકરાઓથી આવું કોક દીવસ થઇ જાય હવે.. એમાં કંઇ બહુ ટેન્શન નઇં કરવાનું......... ' - હાલમાં જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના નામથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપ ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી તે સમયની હોવાની પણ વાત સામે આવી છે. એબીપી અસ્મિતા ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Embed widget